Viral Video: Shloka Mehtaએ જમીન પર પડેલી વસ્તુ ઉપાડી, નેટિઝન્સે કહ્યું… | મુંબઈ સમાચાર

Viral Video: Shloka Mehtaએ જમીન પર પડેલી વસ્તુ ઉપાડી, નેટિઝન્સે કહ્યું…

હેડિંગ વાંચીને કદાચ તમને પણ એવો સવાલ ચોક્કસ જ થયો હશે કે ભાઈ દુનિયાના ધનવાર પરિવામાં જેમની ગણતકી થાય છે એવા અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકાએ જમીન પર પડેલી એવી તે કઈ વસ્તુ ઉપાડી કે તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અંબાણી પરિવારની એક અલગ જ સાઈડ લોકોને જોવા મળી હતી. આવો જોઈએ શું છે વાઈરલ વીડિયોમાં-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે જોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો. અંબાણી પરિવાર ખૂબ જ સંસ્કારી છે પછી એ અનંત અંબાણી હોય કે નીતા અંબાણી હોય કે પરિવારનો કોઈ બીજો સભ્ય હોય. આ વીડિયોમાં શ્લોકા મહેતા જમીન પર પડેલો કચરો ઉપાડતી જોવા મળી રહી છે.

આપણ વાંચો: આકાશ અંબાણી સાથે નાઈટ આઉટ માટે શ્લોકા મહેતાએ પહેર્યો એટલો મોંઘો ડ્રેસ કે…

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં શ્લોકા મહેતા બાળકો સાથે જોવા મળી રહી છે અને એ સમયે તેમના દીકરાના હાથમાંથી કાગળનો ટૂકડો નીચે પડી જાય છે. આ જોઈને શ્લોકા જરાય વિચાર્યા વિના તકરત જ નીચે ઝૂકીને રસ્તા પર પડેલો કચરો ઉપાડી લે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યું છે.

વાઈરલ વીડિયો જોઈને નેટિઝન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. શ્લોકા અને આકાશ અંબાણી અંબાણી પરિવારના મોસ્ટ ક્યુ અને લવેબલ કપલ ગણાય છે. આ વીડિયો જોઈને નેટિઝન્સે કમેન્ટ કરતાં લખ્યું હતું કે દીકરા દ્વારા ફેલાયેલા કચરાને ઉપાડતી અંબાણી પરિવારની વહુ.

આ કામ કરવા માટે તેમની પાસે હેલ્પર હતા પણ તેમ છતાં તેણે આ કામ જાતે કર્યું. બીજા એક યુઝરે લખ્યું હતું ખૂબ જ સુંદર નજારો. ત્રીજા એક યુઝરે લખ્યું કે સંસ્કાર છે અંબાણી પરિવારના…

સોશિયલ મીડિયા પર આ વાઈરલ થઈ રહેલો આ વીડિયો કપૂર ખાનદાનની બર્થડે પાર્ટીનો છે. શ્લોકા મહેતાની સાદગી અને સિમ્પલિસિટી લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

Back to top button