દ્વારકાધિશ મંદિરે આ અંદાજમાં દર્શન કરવા પહોંચી શ્લોકા મહેતા, યુઝર્સે કહ્યું ભાઈ આ તો…

અંબાણી પરિવાર (Ambani Family)નો દરેક સદસ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારની મોટા વહુરાણી શ્લોકા મહેતા પોતાની સાદગી અને સિમપ્લિસિટીને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે અને ફરી એક વખત શ્લોકાએ પોતાની સાદગી અને સુંદરતાથી લોકોના દિલ જિતી લીધા હતા. આવો જોઈએ આખરે એવું તે શું ખાસ શ્લોકાના આ લૂકમાં…
શ્લોકા મહેતા અવારનવાર ફેન્સી, સ્ટાઈલિશ અને મોંઘા કપડાં પહેરીને લોકોના દિલ જિતી લેતી હોય છે. ફેન્સને શ્લોકાનો ફેશનેબલ અંદાજ જેટલો પસંદ આવે છે એટલો જ તેનો સાદગીપૂર્ણ અવતાર પણ પસંદ આવે છે.
આપણ વાંચો: ભરી મહેફિલમાં Akash Ambaniએ પત્ની શ્લોકા મહેતા સાથે કરી આવી હરકત, યુઝર્સે કહ્યું પતિ હોય તો…
ફેન્સ તેની નેચરલ બ્યુટીના વખાણ કરતાં નથી થાકતા. એક વખત શ્લોકા અંબાણીનો સાદગીપૂર્ણ અવતાર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે આકાશ અંબાણી પત્ની શ્લોકા મહેતા અને બંને સંતાન પૃથ્વી અને વેદા સાથે દ્વારકાધિશ મંદિરમાં આશિર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. આ સમયે મુકેશ અંબાણી પોતાના પૌત્ર પૃથ્વીનો હાથ પકડીને મંદિરમાં જતા જોવા મળી રહ્યા છે. જ્યારે શ્લોકા વેદાને તેડીને અંદર જતી દેખાય છે.
આ સમયે શ્લોકાએ કોટનનો એક સિમ્પલ લૂકવાળો લાઈટ ગ્રીન કલરનો સૂટ પહેર્યો હતો અને તેના પર રંગબેરંગી ફ્લાવર પ્રિન્ટ જોવા મળી રહી છે. થ્રી-ફોર્થ સ્લિવ્ઝવાળા આ કુર્તાના ગળા પર વર્ક કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: આકાશ અંબાણી સાથે નાઈટ આઉટ માટે શ્લોકા મહેતાએ પહેર્યો એટલો મોંઘો ડ્રેસ કે…
શ્લોકાએ આ સાથે એક ફ્લેયર્ડ શરાર પેન્ટ પણ જોવા મળે છે, જેની કિનારા પર ફ્લાવરનું વર્ક જોવા મળે છે. શ્લોકાએ આ સાથે મેચિંગ દુપટ્ટો પણ પહેર્યો છે.
વાત કરીએ મુકેશ અંબાણીએ સફેદ કુર્તા અને પાયજામો અને મરુન કલરનો બંધ ગળાનું જેકેટ પહેર્યું હતું. આકાશે સિલ્ક ફેબ્રિકનો ગ્રે કલરનો કુર્તો અને સફેદ પેન્ટ પહેર્યો છે. પૃથ્વીએ પ્રિન્ટેડ કુર્તા અને પેન્ટ તેમ વેદાએ ગ્રીન કલરનો પ્રિન્ટેડ અનારકલી ડ્રેસ પહેર્યો હતો. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
યુઝર્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરીને શ્લોકાના વખાણ કરી રહ્યા છે. શ્લોકાની સાદગી જોઈને યુઝર્સ રહી રહ્યા છે કે ભાઈ સિમ્પલિસિટીમાં પણ આ કેટલી સુંદર લાગે છે.