બોલો, ઉત્તરપ્રદેશમાં બે ભાઈએ કારમાં બનાવ્યું હેલિકોપ્ટર, પછી શું થયું?
લખનઊઃ ઉત્તર પ્રદેશ હોય કે બિહારમાં લગ્નપ્રસંગે દુલ્હા-દુલ્હનની એન્ટ્રી ખૂબ અલગ અંદાજમાં લાવવાની પરંપરા શરૂ થઈ ગઈ છે, પણ તાજેતરમાં બે ભાઈએ એક જૂની કારને મોડિફાઈ કરીને હેલિકોપ્ટર બનાવ્યું હતું. બંને ભાઈનું સપનું હતું કે કારને મોડિફાઈ કરેલ હેલિકોપ્ટર બનાવવાથી વર-વધૂ માટે લગ્નના બુકિંગથી પૈસા કમાઈ શકે છે, પરંતુ આ પ્લાન પૂરો થયા પહેલા પોલીસની નજર પડી હતી.
ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં આ કિસ્સો બન્યો છે, જ્યાં બે ભાઈએ એક જૂની કારને મોડિફાઈ કરીને હેલિકોપ્ટર બનાવ્યું હતું. આ મામલો અકબરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બસ ડેપોનો છે, જ્યાં બન્ને ભાઈઓએ કારને મોડિફાઈ કરીને હેલિકોપ્ટર બનાવ્યું હતું. જોકે તેને કલર કરવા લઈ જઈ રહ્યા હતા ત્યારે જ ટ્રાફિક પોલીસે બંન્નેને રોકી લીધા હતા. પૂછપરછ પછી મોડિફાઈ કરેલા વાહનને એમવી એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું.
બન્ને સગા ભાઈ છે અને ભીટી પોલીસ સ્ટેશન વિસ્તારના ખજૂરી બજારના રહેવાસી છે. તેમણે એક કારને પંખો તેમજ પાછળથી આકાર આપીને હૂબહૂ હેલિકોપ્ટર બનાવ્યું હતું. મોડિફાઈ કર્યા બાદ હેલિકોપ્ટરને ફાઈનલ ટચ આપવા માટે ભીટીથી આંબેડકરનગર લઈ ગયા હતા. બન્ને ભાઈઓએ વેગનાર કારને હેલિકોપ્ટર બનાવ્યું હતું.
જોકે તેમણે આ મોડિફિકેશન માટે કોઈ પરમિશન લીધી નહોતી, જેથી જ્યારે તેઓ પેન્ટિંગ કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોકી લીધા. પોલીસે મોડિફાઈ કારને લઈ 207 એમવી એક્ટ અન્વયે જપ્ત કરી હતી. કારનું મોડિફિકેશન પણ આરટીઓની પરવાનગી વિના કરી શકાતું નથી, તેથી તેમની સામે કાયકાદીય કાર્યવાહી કરી હતી.