સ્પેશિયલ ફિચર્સ

બોલો દોઢ કરોડના ફ્લેટ કે બંગલો નહીં પણ આખેઆખું ગામ વે કાઢ્યું છે અહીંયા… જાણો કારણ?

હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? કે ભાઈ અત્યાર સુધી તો ઘર, ફ્લેટ કે ભાઈ પ્રોપર્ટી વેચવાની જાહેરાત કે સમાચાર સાંભળ્યા હતા. આ તો આખેને આખું ગામ વેચવાની વાત છે. એવી તે શું મજબૂરી આવી પડી હશે, ક્યાં આવેલું છે આ ગામ વગેરે વગેરે… ડોન્ટ વરી આજે અમે અહીં તમારા આ બધા સવાલોના જવાબ આપવા જઈ રહ્યા છીએ…

અમે અહીંયા વાત કરી રહ્યા છીએ સ્પેનમાં આવેલા એક ગામડાની કે જે આખું ગામ વેચવા માટે મૂકવામાં આવ્યું છે.
એક રિપોર્ટ અનુસાર આ ગામ સ્પેનની રાજધાની મેડ્રિડમાં આવેલું છે અને આ ગામ દેખાવમાં ખૂબ સુંદર લાગે છે. પરંતુ આ ગામ વેચવા કાઢ્યું છે અને એ પણ માત્ર દોઢ કરોડ રૂપિયામાં… મુંબઈ જેવા મેટ્રો સિટીમાં એક ફ્લેટ લેવા જાવ તો પણ સહેજે દોઢ કરોડ રૂપિયા તો ખર્ચાઈ જાય છે. પણ એક વાત છે કે જો તમે આ ગામ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે સૌથી પહેલાં તો આ ગામમાં આવેલા મકાનોનું સમારકામ કરવું પડશે, કારણ કે આ મકાનો સાવ બિસ્માર હાલતમાં છે.

એક સ્થાનિક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ માતેન્ડ્રીનો નામના આ ગામમાં પહેલાં નવ પરિવાર રહેતા હતા, જેઓ પશુપાલન અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ સમય બદલાયો અને ગામના તમામ લોકો ગામ છોડીને સારી લાઈફસ્ટાઇલ માટે શહેરમાં જઈને રહેવા લાગ્યા અને આખું ગામ ખાલી થઈ ગયું. આ જોઈને અહીંનું વહીવટીતંત્ર ગામનું પુનર્વસન કરવાની યોજના બનાવી રહ્યું છે અને આ જ કારણે આ ગામ વેચવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી કોઈ આ ગામ ખરીદીને અહીં રહેવા માટે આવે.

સ્થાનિક પ્રશાસન દ્વારા પણ લોકોને આ ગામ તરફ આકર્ષિત કરવા માટે વિવિધ અનેક પ્રકારના વિકાસકાર્યો કરવામાં આવી રહ્યા છે. 2005માં અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ 2008માં કેટલાક પ્રોજેક્ટ કેટલાક કારણોસર બંધ થઇ ગયા હતા.

આ ગામ વિશેની બીજી ખાસિયત વિશે વાત કરીએ તો એ એવી છે કે અહીં હજુ સુધી વીજળી પહોંચી શકી નથી. આ આ ગામમાં વીજળીની વ્યવસ્થા અહીંથી 1.6 કિમી દૂર સુધી જ છે.. પરંતુ જો કોઇ આ ગામ ખરીદવા તૈયાર થાય તો વહીવટીતંત્ર વીજળી આપવાની તૈયારી દેખાડી છે. આ સુંદર ગામમાં 17 વૈભવી ઇમારતો પણ આવેલી છે, પરંતુ અહીં કોઇ રહેતું નથી. તેથી જ લોકો તેને ‘ભૂતિયા ગામ’ પણ કહે છે. જોકે, સ્પેનનું આ પહેલું ગામ નથી કે જ્યાંથી લોકો શહેર તરફ પલાયન કરી રહ્યા છે. આ પહેલા પણ અનેક ગામમાંથી લોકો ગામ છોડીને શહેર તરફ પલાયન કરી ચૂક્યા છે અને જેને કારણે ગામના ગામ ખાલી થઈ ગયા છે.

લંડનમાં અલગ છે પરિસ્થિતિ

જ્યારે બીજી બાજું બ્રિટનની વાત કરીએ તો ત્યાં આનાથી એકદમ વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીંના લોકો લોકો લંડન જેવા શહેરને છોડીને નાના નાના શહેરોમાં સ્થાયી થઈ રહ્યા છે અને એનું કારણ એવું છે કે લંડનમાં રહેવું દિવસે દિવસે વધુને વધુ ઘણું મોંઘું થઈ રહ્યું છે.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર 2020થી 2023 વચ્ચે 3,50,000થી વધુ લોકો લંડનથી દૂર કોઈ નાના નાના શહેરો કે ગામડાઓમાં જઈને વસી રહ્યા છે.. એસેક્સનું એક નાનું શહેર ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે કારણ કે ત્યાંના ઘરની કિંમત 2.64 લાખ પાઉન્ડ છે, જ્યારે લંડનમાં આવા જ એક ઘરની કિંમત 5.50 લાખ પાઉન્ડથી વધુ હોય છે. આ જ કારણ છે કે લોકો મોટા મોટા શહેરોને બદલે નાના નાના શહેરો કે ગામડામાં રહેવાનું પસંદ કરવામાં લાગ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button