સ્ટ્રીટ ફૂડ થી સ્ટાર્ટઅપ સુધીનો સ્ટ્રગલ સ્ટોરી: જાણો શું છે સૌરભ ખંડેલવાલની દહીંવડા એક્સપ્રેસની ચટપટી સફર

નવી દિલ્હી: ઓડિશાના સૌરભ ખંડેલવાલ સાબિત કરી દીધુ છે કે સપના અને મહેનતથી અશક્ય પણ શક્ય બની શકે છે. એક સામાન્ય યુવકે ઉચ્ચ પગારની નોકરીને નકારી કાઢીને પોતાની છતને પ્રાયોગિક સ્વરૂપ આપ્યું. આ વાર્તા લોકોને પ્રેરણા આપે છે કે સખત મહેનતથી એક નાની શરૂઆત પણ વિશ્વવ્યાપી બ્રાન્ડ બની શકે છે.
સૌરભ ખંડેલવાલ, જે સંબલપુરના રહેવાસી છે, એ 2019માં ભુવનેશ્વરના ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટથી ગ્રેજ્યુએટ થયો. ભણતર પૂર્ણ કર્યા બાદ તેને વાર્ષિક 35 લાખ રૂપિયા વાર્ષિક પેકેજની નોકરી લાગી હતી. જે બાદ પોતાના સપનાને સાકાર કરવા નોકરી છોડીનો નિર્ણય કર્યો. તેને ઓડિશાના પ્રચલિત દહીંવડા-દમ આલૂને ગ્લોબલ બ્રાન્ડ બનાવવાનું નક્કી કર્યું. તેની ‘દહીંવડા એક્સપ્રેસ’ નામથી સફર શરૂ કર્યું. એનાની શરૂઆત મોટું વડ વૃક્ષ બની ગયું છે. આજે દહીંવડા એક્સપ્રેસ 1.8 કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચી ગઈ છે. તેને સ્ટ્રીટ ફુડ વેચતા લોકો સાથે રહી ડિપ રિસર્ચ કર્યું.

સૌરભનું બાળપણ ખૂબ સંઘર્ષો ભર્યું હતું. જ્યારે 12માં ધોરણની તૈયારી દરમિયાન તેના પિતાનું અવસાન થયું. ગ્રેજ્યુએશન પછી તેણે નોકરી શરૂ કરી, પરંતુ ઉદ્યોગસાહસિક બનવાનું સપનું હૃદયમાં જીવતું રહ્યું. જાગૃતિ યાત્રામાં ભાગ લેવાથી તેને સફળ ઉદ્યોગસાહસિકો સાથે જોડાવાનો અવસર મળ્યો. પરંતુ, કોરોના અને ચક્રવાતથી ફૂડ બિઝનેસનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો, જેનાથી તેને ફરીથી નોકરીમાં જોડાવું પડ્યું.

25 વર્ષની ઉંમરે સૌરભે ફરી નવું સહાસ કરવાનો વિચાર કર્યો. તેને નોકરી છોડી અને ઓડિશા પરત ફરીને દહીંવડા પર રિસર્ચ શરૂ કર્યું. તેને રસ્તા પર દહીંવડા વેચનારાઓ સાથે રહી વાનગીનો સ્વાદ જાણ્યો અને સમજ્યો. આ દરમિયાન તે ગંભીર રીતે બિમાર થયો અને હોસ્પિટલ દાખલ થવું પડ્યું.
દુબઈમાં મળેલા 30 લાખ રૂપિયાના રોકાણથી ‘દહીંવડા એક્સપ્રેસ’ની શરૂઆત થઈ, પરંતુ 6 મહિનામાં નાણાકીય સમસ્યાઓને કારણે પૈસા ખતમ થઈ ગયા. એક મિત્રના સૂચનથી ફ્રેન્ચાઈઝી મોડલ અપનાવી. આજે તેના 12 આઉટલેટ નફામાં છે અને 1.8 કરોડ ટર્નઓવર સાથે દુબઈ-નેપાળમાં વિસ્તાર થઈ રહ્યો છે. સૌરભને ‘બિગેસ્ટ વડા એવોર્ડ’થી પણ સન્માનિત કરાયા છે.