સ્પેશિયલ ફિચર્સ

રૂ. 34,000નું Hotel Bill ચૂકવ્યા વિના ભાગી ગયો પરિવાર, હોટેલે લીધો આ રીતે બદલો…

આપણામાંથી ઘણા લોકો એ વાતની મજાક ઉડાડી હશે કે કલ્પના કરી હશે કે કોઈ સરસમજાની મોંઘી હોટેલ કે રેસ્ટોરન્ટમાં જઈને પેટ ભરીને જમવાનું અને ત્યાર બાદ ત્યાંથી બિલ ચૂકવ્યા વિના જ નીકળી જવાનું, બરાબર ને? પણ આપણામાંથી કેટલાક લોકોએ આવું ટ્રાય કર્યું હશે? કદાચ કોઈએ જ નહીં.

પરંતુ જો અમે તમને કહીએ કે બ્રિટનની એક ફેમિલીએ આ ટ્રાય કર્યું અને પૂરું 34,000 રૂપિયાનું બિલ ચૂકવ્યા વિના ફેમિલી રેસ્ટોરાં છોડીને ભાગી ગઈ. પરંતુ ત્યાર બાદ રેસ્ટોરન્ટે જે રીતે આ ફેમિલી સામે બદલો લીધો એ વાત તો કદાચ તમે સ્વપ્નેય નહીં વિચારી હોય. ચાલો જોઈએ શું છે આખો ઘટનાક્રમ…

વાત જાણે એમ છે કે બ્રિટનના વેલ્સમાં નવી નવી જ શરુ થયેલી એક રેસ્ટોરન્ટમાં જઈને એક પરિવારે જે કર્યું એ ખરેખર ચોંકાવનારું છે. સ્વાનસીના Bella Ciao નામની રેસ્ટોરાં આઠ જણના આ પરિવારે પહેલાં તો પેટ ભરીને ખાધું અને ત્યાર બાદ બિલ ચૂકવ્યા વિના ત્યાંથી જતા રહ્યા.

રિપોર્ટ અનુસાર આ ટેબલનું બિલ 329 પાઉન્ડ એટલે કે ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો આશરે 34,000 રૂપિયાનું બિલ હતું. વેઈટર જ્યારે બિલ લઈને ટેબલ પર પહોંચ્યો તો તેણે જે જોયું એ જોઈને તેને પોતાની આંખો પર વિશ્વાસ પણ ના થયો. આખું ફેમિલી જ ટેબલ પરથી ગાયબ થઈ ગયું હતું.

પરંતુ રેસ્ટોરન્ટે પણ આ વાતનો બદલો જરા અલગ રીતે લીધો. પહેલાં તો રેસ્ટોરન્ટે આ ફેમિલી સામે પોલીસમાં ફરિયાદ કરી અને ત્યાર બાદ એમના ફોટો પણ ફેસબુક પર વાઈરલ કરી દીધા. રેસ્ટોરન્ટે ફેસબુક પર આ ઘટનાની ટીકા કરતાં લખ્યું હતું કે આ એ લોકો છે કે જેમણે સાંજે પેટ ભરીને ભોજન કર્યું અને પછી 329 પાઉન્ડનું બિલ ભર્યા વગર ત્યાંથી ભાગી ગયા. એટલું જ નહીં પણ રેસ્ટોરન્ટે એવું પણ જણાવ્યું હતું કે પોલીસને એ વાતની માહિતી છે કે એ લોકો કોણ છે? બસ આશા રાખીએ કે એ લોકો પકડાઈ જાય અને ભવિષ્યમાં ફરી વખત આવું ના કરે.

છે ને એકદમ અજબ ફેમિલી? આપણે લોકો જેની રમુજ ખાતર માત્ર કલ્પના જ કરીએ છીએ એ કારનામું હકીકતમાં આ ફેમિલીએ કરી દેખાડ્યું ભાઈસાબ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button