1971થી સોનું ખરીદતા રોબર્ટ કિયોસાકીએ ફરી આપી ક્રેશની ચેતવણી, ગોલ્ડ સિલ્વરના ટાર્ગેટ જાણી તમે પણ ચોંકી જશો…

વિશ્વના સૌથી પ્રખ્યાત નાણાકીય ગુરુ અને ‘રિચ ડૅડ પુઅર ડૅડ’ના લેખક રૉબર્ટ કિયોસાકીએ ફરી એકવાર દુનિયાને હચમચાવી દેનારી ચેતવણી આપી છે. X પર તેમણે લખ્યું, “ક્રેશ આવી રહ્યો છે – હું ગોલ્ડ વેચતો નથી, ખરીદું છું!” 1971થી સોનું ખરીદનાર કિયોસાકીએ કહ્યું કે આવનારું મોટું આર્થિક તોફાન બચતકર્તાઓને નહીં, પણ સોનું-ચાંદી-બિટકોઇન રાખનારાઓને બચાવશે.
કિયોસાકીએ લખ્યું, “મારું ગોલ્ડ ટાર્ગેટ $27,000 પ્રતિ ઔંસ છે – આ આંકડો મને મારા મિત્ર જિમ રિકાર્ડ્સે આપ્યો છે. મારી પાસે બે સોનાની ખાણો છે.” તેમણે 1971ની યાદ અપાવી જ્યારે નિક્સને ડૉલરને ગોલ્ડથી અલગ કર્યું અને ‘નકલી પૈસા’નો દોર શરૂ થયો. તેમના મતે ગ્રેશમનો નિયમ હજુ જીવે છે – “ખરાબ પૈસા સારાને બજારમાંથી હાંકી કાઢે છે.”
બિટકોઇન-ચાંદી-એથેરિયમના નવા ટાર્ગેટ
કિયોસાકીએ પોતાની પોસ્ટમાં આવનાર સમયમાટે બિટકોઈન, ચાંદી અને એથિરિયમ માટે ટાર્ગેટ લખ્યા છે. તેમના મતે 2026 સુધીમાં બિટકોઈન $250,000 સુધી પહોંચી જશે. જ્યારે ચાંદીની કિંમતો $100 પ્રતિ ઔંસ સુધી થઈ જશે. જ્યારે આશ્ચર્યજનક ચેતવણી આપતા એથેરિયમની કિંમતો $60 સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી. તેઓ કહે છે, “જે લોકો હજુ બચત કરે છે તે હારી જશે. હું તો ક્રેશમાં પણ ખરીદું છું.”
“અમેરિકા આજે ઇતિહાસનું સૌથી મોટું દેવાદાર દેશ છે,” કિયોસાકીએ લખ્યું. “US ટ્રેઝરી અને ફેડ નકલી પૈસા છાપીને બિલ ભરે છે. જો તમે કે હું એવું કરત તો જેલમાં હોત!” તેઓ ગ્રેશમ અને મેટકાફના નિયમોનું સખત પાલન કરે છે અને કહે છે, “આવનારા દિવસોમાં ખૂબ બધા પૈસા આવશે – પણ નકલી.”



