2000 રૂપિયાની નોટ બદલાવવાને લઈને RBIએ આપી Important Information…

મુંબઈઃ 2000 રૂપિયાની નોટ બાબતે Reserve Bank Of India દ્વારા મહત્ત્વની માહિતી આપવામાં આવી છે અને આ માહિતી અનુસાર સોમવારે એટલે કે 22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બેંકો દ્વારા હાફ ડે જાહેર કરવામાં આવ્યો છે પરિણામે આ દિવસે 2000 રૂપિયાની નોટ નહીં બદલી શકાય.
19મી મે, 2023ના RBI દ્વારા એક પરિપત્રક બહાર પાડીને 2000 હજાર રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કાઢવાની જાહેરાત કરી હતી, ત્યાર બાદ નોટ બદલાવવા માટે નાગરિકોને 30મી સપ્ટેમ્બર સુધીની મુદ્દત વધારી આપવામાં આવી હતી. ત્યાર બાદ 7મી ઓક્ટોબર, 2023 સુધી મુદત લંબાવવામાં આવી હતી. RBIના ગર્વનર દ્વારા 97 ટકા નોટ બેંકમાં જમા થઈ ગઈ હોવાની માહિતી આપવામાં આવી હતી.

22મી જાન્યુઆરીના રાજ્યમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે શાળા, કોલેજમાં રજા આપવામાં આવી હતી અને આ દિવસે પબ્લિક હોલીડે જાહેર કરવામાં આવે એવી માગણી વિધાનસભ્યો દ્વારા કરવામાં આવી રહી હતી, ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દરમિયાન આરબીઆઈ દ્વારા સોમવારે એક દિવસ માટે રૂપિયા 2000ની નોટ બદલાવવાની પ્રક્રિયા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે એટલે આ દિવસે જો તમે પણ 2000 રૂપિયાની નોટ બદલવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો પહેલાં આ માહિતી જાણી લેવી જોઈએ.
શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખા દેશમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરને ચારેબાજુથી સુંદર લાઈટિંગ કરવામાં આવી છે અને આખો દેશ રામમય થઈ ગયો છે.