RBI બનાવશે તમારા બેંકિંગ પેમેન્ટને વધારે સુવિધાજનક, જાણો કઈ રીતે…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નાગરિકોને સુવિધા પૂરી પાડવા માટે માટે જાત-જાતની પોલિસી અને નિયમો બનાવવામાં આવતા હોય છે અને આવી જ એક વધુ સારી અને ઉપયોગી સુવિધા આરબીઆઈ દ્વારા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી યુઝર્સનો બેંકિંગ એક્સપિરીયન્સ વધારે સારો બનશે. આવો જોઈએ શું છે આ સુવિધા કે નિયમ અને એનાથી નાગરિકોને શું ફાયદો થશે-
આરબીઆઈના ગર્વનર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આરબીઆઈ સિસ્ટમને એક સોફ્ટ ટચ આપવા જઈ રહ્યું છે, જેને કારણે લોકોનો બેંકિંગ પેમેન્ટનો અનુભવ વધારેને વધારે સારો બનશે.
ડિજીટલ પેમેન્ટ અવેરનેસ વીક-2025ના ઉદ્ઘાટન સમયે તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈ સિવાય સરકાર, બેંકો અને પેમેન્ટ એપ્સ દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ શરૂ કરી છે.
આપણ વાંચો: જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ પ્રયાસોના પરિણામ દેખાવા લાગ્યા છે. ડિજિટલ પેમેન્ટ્સમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. હજી પણ ઘણું બધું કરવાનું બાકી છે. આવનારા સમયમાં અમારે ત્રણ વ્યાપક ક્ષેત્રોમાં કામ કરીશું.
આ ક્ષેત્ર ઈનોવેશનમાં પ્રોત્સાહન, જાગરૂક્તા લાવવી અને ઓવરસીઝ ટ્રાન્ઝેક્શન પ્રોત્સાહન આપવા એક ન્યુનતમ હસ્તક્ષેપવાળા વિનિયમન છે. આરબીઆઈ પ્રમુખે જણાવ્યું હતું કે અમે સોફ્ટ ટચ વિનિયમનોના માધ્યમથી સુરક્ષા અને સિક્યોરિટી બંનેને પ્રોત્સાહન આપી રહ્યા છી.
અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવાની સાથે સાથે આજકાલ વધી રહેલાં સાઈબર ક્રાઈમ અંગે પણ નાગરિકોને જાગરૂક કરવા માટે દર થોડા સમયે ગાઈડલાઈન બહાર પાડે છે. નાગરિકોને અવેર કરવા માટે એસએમએસ, ઈમેલનો સહારો પણ આરબીઆઈ દ્વારા લેવામાં આવે છે.