ચેક લખી રહ્યા છો? પહેલાં આ વાંચી લો, RBIએ આપી મહત્ત્વની માહિતી…

આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક તો પૈસા ઉપાડવા માટે કે કોઈ જગ્યાએ પેમેન્ટ કરવા માટે ચેક તો લખ્યા જ હશે, પરંતું હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચેક પર બ્લેક ઈન્કનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે.
લોકો આ સમાચાર સામે આવતા જ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે અને આ વિશે સવાલ કરી રહ્યા છે. પરંતુ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી) દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. આવો જોઈએ શું છે આ દાવા પાછળની સચ્ચાઈ.
આપણ વાંચો: જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી
સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવા અનુસાર આરબીઆઈ દ્વારા ચેક પર બ્લેક ઈન્કનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને કારણે લોકો ગૂંચવણમાં મૂકાઈ ગયા છે. પરંતુ આ બાબતે પીઆઈબી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ માહિતી તદ્દન ખોટી છે. આરબીઆઈ દ્વારા આ બાબતની કોઈ ગાઈડલાઈન નથી આપવામાં આવી. આવી બનાવટી માહિતી પર નાગરિકોએ વિશ્વાસ કરવો નહીં.
પીઆઈ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતામાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ચેક એ એક લિખિત દસ્તાવે જ છે અને તેનો ઉપયોગ પૈસા માટે કરવામાં આવે છે. જેના પર પૈસા ઉપાડવાની રકમ અને પૈસા આપનાર કે ઉપાડનારનું નામ લખવામાં આવે છે. ચેકને બરાબર ભરવું ખૂબ જ જરૂરી છે.
જેથી કોઈ પણ પ્રકારની અસુવિધાને ટાળી શકાય. જોકે, ચેક લખતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ચેક પર બિલકુલ છેકછાક ના હોવી જોઈએ. જેથી સ્કેનિંગ અને પ્રોસેસિંગ કોઈ સમસ્યા ના થાય.
આપણ વાંચો: ન્યુ ઈન્ડિયા બેંકના ખાતાધારકો માટે આવ્યા Good News, આ દિવસે આવશે ઈન્શ્યોરન્સના પૈસા ખાતામાં…
આરબીઆઈ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ચેક પર કોઈ ખાસ પ્રકારની ઈન્કને લઈને કોઈ નિયમ નથી બનાવવામાં આવ્યો. પરંતુ હા, એવા કલરની ઈંક પસંદ કરો જેને સ્કેન કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે. અફવાઓ પર ધ્યાન આપો અને હંમેશા કોઈ પણ માહિતી જાણવા માટે ઓફિશિયલ સોર્સનો ઉપયોગ કરો. બ્લેક કલરની ઈંકનો ઉપયોગ ચેક પર નહીં કરવાની ઈન્ફોર્મેશન તદ્દન ખોટી છે.
છે ને એકદમ કામની માહિતી, તમે પણ તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ માહિતી શેર કરીને તેમના પણ જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરજો.