
અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન થયા છે ત્યારથી જ આ કપલ દરરોજ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં આવતું રહે છે. એમાં પણ ખાસ કરીને પરિવારની નઈ નવેલી દુલ્હન રાધિકા કંઈ પણ કરે એ હેડલાઈન્સ અને ટોક ઓફ ધ ટાઉન બની જાય છે.
સોશિયલ મીડિયા પર રાધિકાની ઝીણામાં ઝીણી બાબતોની નોંધ લેયા છે અને એની ચર્ચા થાય છે અને આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં રાધિકાએ કંઈક એવું કર્યું હતું કે જેની ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-
આપણ વાંચો: નાની વહુ રાધિકા મર્ચન્ટ નહીં પણ મોટી વહુ પર આ રીતે નીતા અંબાણીએ વરસાવ્યું વ્હાલ…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાધિકા મર્ચન્ટ પતિ અનંત અંબાણી (Anant Ambani) નહીં પણ બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) સાથે જોવા મળી રહી છે. રાધિકા મર્ચન્ટ સલમાન ખાનની મોટી ફેન છે એ વાત તો બધા જ જાણે છે. પરંતુ રાધિકાએ કંઈક એવું કર્યું હતું કે જેની કલ્પના પણ કોઈએ નહીં કરી હોય.
હાલમાં જ જામનગર ખાતે અંબાણી પરિવારના ઈવેન્ટમાં અનેક નામી હસ્તીઓએ હાજરી આપી હતી, જેમાં સલમાન ખાનનો સમાવેશ પણ થાય છે. સલમાન ખાન ઈવેન્ટમાં રાધિકા જ્યાં બેઠી હતી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને રાધિકાએ હાથ પકડીને સલમાન ખાનને પોતાની પાસે બેસાડવાનો પ્રયાસ કરે છે. સલમાન ખાન પણ રાધિકાની બાજુમાં જ બેસી જાય છે.
આપણ વાંચો: ભારેભરખમ મીનાકારીવાળી જ્વેલરી, નીતા અંબાણી પર આ રીતે ભારે પડી નાની વહુ રાધિકા મર્ચન્ટ…
આ વીડિયો નેટિઝન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેના પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે કદાચ આ લવ એટ ફર્સ્ટ સાઈટ થયો હશે. બીજા એક યુઝરે લખ્યું હતું 2025માં ભાઈની ચમક બદલાઈ જશે. ત્રીજા યુઝર્સે લખ્યું હતું કે તે સલમાન ખાનની ફેન છે. જોકે, આ બાબતે રાધિકા કે સલમાન તરફથી કોઈ પણ રિએક્શન નખી આપવામાં આવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારે ભાઈજાન સલમાન ખાનનો બર્થડે જામનગર ખાતે સેલિબ્રેટ કર્યો હતો. સલમાન ખાન અને અંબાણી પરિવાર વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે એ વાત તો બધા જ જાણે છે.