આર્થિક સમસ્યાઓથી પરેશાન છો? તો ધારણ કરજો આ 7 પૈકીનું કોઈ એક રત્ન, દેવું થશે દૂર…

Gemstones Tips: મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી. આવી ફરિયાદ ઘણા લોકો અવારનવાર કરતા હોય છે. પરંતુ તેઓની આ ફરિયાદનો ઉપાય રત્નશાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે.
એવા ઘણા રત્નો છે. જેને ધારણ કરવાથી આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે. સાથોસાથ ધનલાભનો યોગ પણ સર્જાય છે. આ રત્નો ક્યા ક્યા છે? આવો જાણીએ.
ધનલાભ કરાવતા 7 રત્ન
રત્નશાસ્ત્ર મુજબ ગાર્નેટ રત્નને રાહુનું રત્ન ગણવામાં આવે છે. આ રત્ન ધારણ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. સાથોસાથ ધનલાભ થાય છે અને દેવામાંથી છૂટકારો મળે છે. ગાર્નેટની જેમ પાયરાઈટ રત્ન ધારણ કરવાથી પણ આર્થિક સ્થિતિ સારી થાય છે.

ધનલાભના સ્ત્રોતો ઊભા થાય છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે પાયરાઈટ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. સિટ્રીન રત્નને ધારણ કરવાની સાથોસાથ તિજોરીમાં રાખવો પણ શુભ માનવામાં આવે છે.
નવો વ્યવસાય અથવા નોકરીની શરૂઆત કરનારા લોકો માટે ગ્રીન એવેંચ્યુરિન રત્ન ધારણ કરવો ઘણો શુભ ગણવામાં આવે છે. આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે લોકોને ટાઈગર આઈ રત્ન ધારણ કરવાનું પણ કહેવામાં આવે છે.
આ રત્ન ધારણ કરવાથી ભાગ્યોદય થાય છે. દેવામાંથી મુક્તિ મેળવવા માટે જેડ રત્ન ધારણ કરવો જોઈએ. આ રત્ન ધનને આકર્ષિત કરે છે. તેને ધારણ કરવાથી જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળે છે.
પુખરાજને પણ એક મહત્ત્વનું રત્ન ગણવામાં આવે છે. તેને ધારણ કરવાથી જીવનમાં સકારાત્મર ફેરફાર જોવા મળે છે. તે આર્થિક સ્થિતિ સુધારવાની સાથોસાથ માન-સન્માન પણ આપાવે છે. રત્નશાસ્ત્ર અનુસાર પુખરાજ રત્ન ધારણ કરનારને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આ પણ વાંચો…Gautam Adani, Mukesh Ambaniની જેમ ધનવાન બનવું છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ…