પિતૃઓની પુણ્યતિથિ યાદ નથી, ચિંતા નહીં આ રીતે શ્રાદ્ધ કરી મેળવો આશીર્વાદ!

હિન્દુ ધર્મમાં ભાદરવા મહિનાના પિતૃપક્ષને પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવાનો પવિત્ર સમય ગણવામાં આવે છે. આ 15 દિવસ દરમિયાન શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરીને મૃત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યો પિતૃઓનું ઋણ ચૂકવે છે અને તેમની આત્માને મોક્ષ પ્રદાન કરે છે, જેનાથી પરિવારને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આજે ત્રીજું અને ચોથુ શ્રાદ્ધ કરવામાં આવશે. તિથિની ઘટ હોવાથી આજે ત્રીજ અને ચોથના દિવસે મૃત્યુ પામેલા પિતૃનું તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવશે.

માતૃ નવમીનું શ્રાદ્ધ
પિતૃપક્ષ(Pitrupaksh)માં શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે, અને તે પૂર્વજોના મૃત્યુની તિથિ અનુસાર કરવામાં આવે છે. જો ઘરમાં મહિલાનું મૃત્યુ થયું હોય અને તેના પતિ જીવિત હોય ત્યારે થયું હોય, તેનું શ્રાદ્ધ નવમી તિથિએ કરવામાં આવે છે. આ ઉપરાંત, જેના ઘરની મહિલાના મૃત્યુની તિથિ અજ્ઞાત હોય, તેમનું શ્રાદ્ધ પણ માતૃ નવમીએ કરવું જોઈએ. આ દિવસે મહિલા માટે શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે. માનવામાં આવે છે. જો ભૂલથી કે સંજોગો વશ તમે તમારી માતા કે અન્ય મહિલાનું શ્રાદ્ધ ન કરી શક્યા હોય તો આ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃ માતાની વિશેષ કૃપા પરિવાર બનશે.
અકાળ મૃત્યુ પામેલ પિતૃનો શ્રાદ્ધ ક્યા દિવસે કરવો?
પરિવારમાં કે કુટુબમાં ઘણા એવા લોકો જેનું અકાળે મૃત્યુ થયું હોય. જેમાં આત્મહત્યા, દુર્ઘટના કે પછી અન્ય અસામાન્ય કારણોસર મૃત્યું પામ્યા હોય. આવા પિતૃની તિથિ કોઈ કારણો ચૂકાઈ ગઈ હોય અથવા તો ભૂલાઈ ગઈ હોય તો તેમનું શ્રાદ્ધ ચૌદશના દિવસે કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દિવસે તેમનું શ્રાદ્ધ કરવાથી તેમનો મોક્ષની પ્રાપ્તી થાય છે. પરિવાર પર તેમના મૃત્યુની આડઅસરનું નિવારણ કરી શકાય છે.

બાળકોનું શ્રાદ્ધ અને વિશેષ તિથિઓ
બાળકોના શ્રાદ્ધના નિયમો અલગ છે. 6 વર્ષથી મોટી ઉંમરના બાળકોનું શ્રાદ્ધ તેમના મૃત્યુની તિથિએ કરવામાં આવે છે. જો મૃત્યુ તિથિ ખબર ન હોય, તો ત્રયોદશી(તેરશ) તિથિએ સંપૂર્ણ વિધિ સાથે શ્રાદ્ધ કરવું જોઈએ. આ વર્ષે ત્રયોદશી 19 સપ્ટેમ્બરે આવશે, જે દિવસે બાળકોના આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે. આ વિધિઓ બાળકની આત્માને મુક્તિ આપવામાં મદદ કરે છે.
સર્વપિતૃ અમાસ અને શાંતિ કર્મ
જો પિતૃઓની મૃત્યુ તિથિ યાદ ન હોય અથવા શ્રાદ્ધ કરવાનું ચૂકી ગયા હોય, તો સર્વપિતૃ અમાસનો દિવસ શ્રાદ્ધ માટે યોગ્ય છે. આ દિવસે વ્યતિપાત, શ્રાપિત દોષ, ચાંડાલ યોગ, કાલસર્પ યોગ જેવા દોષોની શાંતિ માટે વિશેષ કર્મો કરવામાં આવે છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને પરિવારને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓ હંમેશા સંતાનના હિતની ઈચ્છા રાખે છે અને તેમના આશીર્વાદ પરિવારની સમૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
પિતૃપક્ષ(Pitrupaksh) દરમિયાન કરવામાં આવતા શ્રાદ્ધ અને દાનથી પરિવારને આધ્યાત્મિક અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે. પિતૃઓના આશીર્વાદને દેવી-દેવતાઓના આશીર્વાદ જેટલું જ મહત્વ આપવામાં આવે છે, કારણ કે તેઓ સંતાનનું ક્યારેય અહિત નથી ઈચ્છતા. આ સમયે કરવામાં આવતી વિધિઓ પરિવારની વ્યોવૃદ્ધિ અને શાંતિમાં યોગદાન આપે છે, જે હિન્દુ સંસ્કૃતિમાં પિતૃઓ પ્રત્યેની શ્રદ્ધા અને આદરનું પ્રતીક છે.
આપણ વાંચો: પિતૃપક્ષમાં પૂર્વજોને શાંતિ મળે તે માટે તમે આ નાનકડા જીવને કરાવો ભોજન
આપણ વાંચો: પિતૃપક્ષ દરમિયાન રાત્રે કરો આ 4 ઉપાય, પિતૃઓ ખુશ થઈને વરસાવશે આશીર્વાદ, થશે ધન લાભ