સ્પેશિયલ ફિચર્સ

હવે આવી દૂધ અને ચોકલેટવાળી મેગી, જોઇને કાયમ માટે મેગી ખાવાનું છોડી દેશો

સોશિયલ મીડિયા પર જાતજાતના ફૂડ એક્સપીરીમેન્ટ્સ થતા હોય છે. સૌથી વધુ પ્રયોગો કદાચ મેગી અને પાણીપુરી સાથે થાય છે. કેટલાક વીડિયો તો ખરેખર એવા હોય છે જેને જોઇને એમ થાય કે અરે, આ શું જોઇ લીધું? અમુક વાનગીઓ પ્રત્યે લોકોને ઘણો પ્રેમ હોય છે, અને તેની સાથેના પ્રયોગો લોકો સહન નથી કરી શકતા.

આજકાલ માર્કેટમાં મેગીનો એક નવો વીડિયો વાઇરલ થયો છે જેમાં દૂધ અને ચોકલેટનો ઉપયોગ કરીને મેગી બનાવવામાં આવી છે. અત્યંત આશ્ચર્યજનક આ પ્રયોગના વીડિયોને જોઇને યુઝર્સ ભડકી ઉઠ્યા છે.

સામાન્ય રીતે મેગી માત્ર પાણી અને ટેસ્ટમેકર વડે જ બનાવવામાં આવે છે, પરંતુ આ વીડિયોમાં એક વ્યક્તિ દૂધ અને ચોકલેટ ઉમેરીને મેગી બનાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં વ્યક્તિ પહેલા ગેસના ચૂલા પર વાસણ મૂકે છે અને પછી તેમાં મેગી નાખે છે. આ પછી તે મેગી પર એક ચમચી ચોકલેટ નાખે છે અને પછી વાસણમાં થોડું દૂધ પણ નાખે છે. બસ પછી તે ગેસ ચાલુ કરે છે અને મેગી દૂધમાં મેગી રાંધવા લાગે છે. હવે આ મેગી ખરેખર કેવી બની હશે તે તો બનાવનાર જ જાણે છે, પરંતુ આ વીડિયો જોઈને લોકોનું મગજ ચકરાઈ ગયું છે.

આ વિચિત્ર ફૂડ એક્સપેરિમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર rajat.write નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે અને તેમાં ફની રીતે લખવામાં આવ્યું છે કે આ જોયા પછી મારે શું કરવું જોઈએ, શું મારે મેગી ખાવાનું બંધ કરવું જોઈએ? આ વીડિયોને અત્યાર સુધીમાં 87 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button