પેટ્રોલ પંપ પર જાવ ત્યારે માત્ર 0 જ નહીં પણ આ વાતનું પણ રાખો ખાસ ધ્યાન, નહીંતર…
આપણામાંથી મોટાભાગના લોકો દર બીજા દિવસે ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર જતા હોય છે. અત્યાર સુધી લોકોએ તમને પેટ્રોલ પંપ પર જતી વખતે ધ્યાનમાં રાખવા જેવી અનેક બાબતો વિશે જણાવ્યું હશે પણ આજે અમે અહીં તમને એક એવી બાબત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમને અત્યાર સુધી કોઈએ નહીં જણાવ્યું હોય…
અત્યાર સુધી પેટ્રોલ ડિઝલ ભરાવવા જતી વખતે ધ્યાનમાં રાખવાની સૌથી કોમન એટલે મીટર પર બરાબર ઝીરો છે કે નહીં એ તપાસવાની સલાહ લાખો વખત સાંભળી ચૂક્યા હશો. પણ કોઈ તમને અમે જે નાની પણ મહત્વની વાત જણાવવા જઈ રહ્યા છીએ એના વિશે નહીં જણાવ્યું હોય. ચાલો જાણીએ શું છે આ મહત્વની વાત…
આ પણ વાંચો: પેટ્રોલિંગ પર હાજર બીટ માર્શલ્સની બાઈકને કારે અડફેટે લીધી: કોન્સ્ટેબલનું મૃત્યુ
આ મહત્વની વાત એટલે મીટર પર ઝીરો જોવાની સાથે સાથે જ ડેન્સિટી જોવી પણ એટલું જ મહત્ત્વનું છે. ડેન્સિટીનો સીધો સીધો સંબંધ પેટ્રોલ ડિઝલની શુદ્ધતા સાથે છે. આના સમીકરણો સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ માટે તમારે શુદ્ધતાના માપદંડ શું છે એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે. દરેક ઘન પદાર્થની ચોક્કસ ઘનતા હોય છે અને ઈંધણની બાબતમાં પણ આવું જ હોય છે. સરકાર દ્વારા આ બાબતે ચોક્કસ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.
વાત કરીએ પેટ્રોલની ઘનતાની તો તે 730થી 800 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર હોય છે. જ્યારે ડિઝલમાં આ પ્રમાણ 830થી 900 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર હોય છે. હવેથી જ્યારે પણ પેટ્રોલ પંપ પર જાવ અને મીટર પર ઝીરો જોવાની સાથે સાથે જ ડેન્સિટી પણ ચેક કરવાનું ભૂલશો નહીં.