અંબાણી-અદાણી નહીં, આ ગુજરાતી પાસે છે ભારતની સૌથી મોંઘી નંબર પ્લેટ!

અમદાવાદ: દુનિયામાં ઘણા લોકોને મોંઘી કાર અને અનોખી નંબર પ્લેટનો શોખ હોય છે. સામાન્ય રીતે ધનિકો પોતાની પસંદી કારમાં લક્કી નંબરની નંબર પ્લેટ લેતા હોય છે. આપણે જાણીએ છીએ ભારતના ધનિક લોકોમાં અંબાણી અને અદાણીનો સમાવેશ થાય છે. ધનિકોમાં અંબાણી અદાણીનું નામ આવ્યા આપણે પહેલા એવું વિચારીયે કે, આ લોકોની ગાડીમાં જ સૌથી મોંઘી નંબર પ્લેટ હશે. ભારતની સૌથી મોંઘી નંબર પ્લેટના માલિક આ બંનેમાંથી કોઈ નથી. અમદાવાદના એક ટ્રાન્સપોર્ટર આશિક પટેલે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જેમની નંબર પ્લેટે સૌનું ધ્યાન ખેંચ્યુ છે.
આશિક પટેલની ટોયોટા ફોર્ચ્યુનર ગાડી પર ‘007’ નંબર પ્લેટ લગાવવામાં આવી છે, જેની કિંમત 34 લાખ રૂપિયા છે. આ નંબર પ્લેટ જેમ્સ બોન્ડની ફિલ્મોથી પ્રેરિત છે, જે તેને અનોખી અને આકર્ષક બનાવે છે. આશિકે આ ફેન્સી નંબર મેળવવા માટે 34 લાખની બોલી લગાવી હતી, જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે આશિક પટેલ અમદાવાદમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમણે 39.5 લાખ રૂપિયામાં નવી એસયુવી ખરીદી હતી. આ કાર પર તેમને પોતાની પસંદનો નંબર લગાડવા માટે સૌથી ઉંચી બોલી હતી.
આપણ વાંચો હવે ઈન્ડિયન મિલિટરી એકેડેમી ઈતિહાસ રચશે, પહેલીવાર યુવતીઓ પણ મિલિટરી તાલીમ લેશે!
આશિક પટેલે 007 નંબર પ્લેટ ખરીદવાની ઈચ્છા હતી. જેના માટે તેની બોલી બોલવાનું શરૂ કર્યું. આ હરાજીમાં તેમણે 34 લાખ સુધી બોલી કરીને 007 નામની નંબર પ્લેટ પોતાના નામ કરી હતી. આટલી ઉંચી બોલીએ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ નંબર પ્લેટ જેમ્સ બોન્ડની ફિલ્મોની યાદ અપાવે છે, જે તેની ખાસિયતને વધારે છે.
આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે એક સામાન્ય વ્યવસાયી પોતાની ગાડીને અનોખી બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચી શકે છે. આશિક પટેલની આ નંબર પ્લેટે ભારતમાં ફેન્સી નંબર પ્લેટના શોખને નવો રેકોર્ડ આપ્યો છે. આ ઘટનાએ લોકોમાં ચર્ચા જગાવી છે કે ગાડીની ઓળખને વિશેષ બનાવવા માટે લોકો કેટલું ખર્ચ કરી શકે છે.