કરોડોના માલિક નીતા અંબાણીની નવી ડાયમંડ જ્વેલરી જોઈ કે? જોશો તો…

અંબાણી પરિવારની લેડી બિગ બોસ નીતા અંબાણી (Nita Ambani) 60 વર્ષેય સ્ટાઈલિંગ અને સુંદરતાના મામલામાં પોતાની ઘરની વહુ-દીકરીઓની સાથે સાથે બોલીવૂડની હસીનાઓને પણ કાંટે કી ટક્કર આપે છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર નીતા અંબાણીના કેટલાક ફોટો વાઈરલ થઈ રહ્યા છે જે હંગામો મચાવી રહ્યા છે. ચાલો જોઈએ શું છે ખાસ નીતા અંબાણીના આ વાઈરલ થઈ રહેલાં ફોટોમાં…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો નીતા અંબાણીનો લૂક ખૂબ જ સુંદર છે અને એમાં પણ તેમણે પહેરેલી ડાયમંડ જ્વેલરી… આહાહા… કોઈ પણ માનુનીનું ડ્રીમ કલેક્શન હોઈ શકે આ જ્વેલરી.
આપણ વાંચો: નીતા અંબાણી પાસે રહેલાં આ નેકલેસની કિંમત એટલી કે સાત પેઢીઓ આરામથી…
નીતા અંબાણીએ આ સમયે ફોરેસ્ટ ગ્રીન કલરની સુંદર બનારસી સાડી પહેરી છે જેનો પલ્લુ તેમણે ઓપન રાખ્યો છે. સાડીની સાથે સાથે નીતા અંબાણીએ પરફેક્ટ મેકઅપ અને જ્વેલરીથી પોતાના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
નીતા અંબાણીએ સ્વદેશની સુંદર ગોલ્ડન અને ફોરેસ્ટ ગ્રીન શેડની બનારસી સાડી સાથે સિમ્પલ ડોરી બેક બ્લાઉઝ પહેર્યો હતો, જે આ લૂકને કોમ્પ્લિમેન્ટ આપી રહ્યો છે. પરંતુ આની સૌથી વધુ ચર્ચા તો આ સમયે નીતા અંબાણીએ પહેરેલી ડાયમંડ જ્વેલરીની થઈ રહી છે.
નેટિઝન્સનું ધ્યાન સાડી કરતાં તેમણે પહેરેલી ડાયમંડ જ્વેલરી પર અટકી ગયું હતું. ઝાલર, ફૂલ અને કટવર્ક બુટ્ટીવાળો ડાયમંડ સેટ સેન્ટર ઓફ અટ્રેક્શન બની ગયું છે.
સુંદર ડિઝાઈન, બારીક કામવાળા આ નાયાબ પીસની સુંદરતાને વર્ણવવા તો શબ્દ ઓછા પડી જાય. આ સિવાય નીતા અંબાણીની વ્હાઈટ અને યેલો ડાયમંડવાળી જૂડા સ્ટિક અને નેકલેસનો બેક હૂક પણ ખૂબ જ ચર્ચામાં છે.
નીતા અંબાણી આ પહેલાં પણ આવી જ બનારસી જાલ વર્કવાળી સાડીઓ પહેરી ચૂક્યા છે અને તેમના પર બનારસી રિચ લૂક સાડી અને રોયલ જ્વેલરી ખૂબ જ સૂટ કરે છે, પણ આ વખતે તેમણે પહેરેલી જ્વેલરી થોડી વધારે સુંદર હતી અને એટલે તેણે લાઈમલાઈટ લૂંટી લીધી હતી. તમે પણ નીતા અંબાણીનો આ વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…