સ્પેશિયલ ફિચર્સ

આખરે નીતા અંબાણીની ફિટનેસનું સિક્રેટ રિવીલ થઈ જ ગયું, તમે પણ જોઈ લો… વીડિયો થયો વાઈરલ

આજે દુનિયાભરમાં લોકો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે કરોડો ભારતીય માટે રોલ મોડલ સમાન, એક સફળ બિઝનેસ વુમન, ગુજરાતી ગર્વીલી મહિલા નીતા અંબાણી (Nita Ambani)એ ખાસ અંદાજમાં આ દિવસની ઉજવણી કરી હતી.

એટલું જ નહીં તેમણે મહિલાએ માટે ખાસ સંદેશો પણ આપ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નીતા અંબાણીએ પોતાનું ફિટનેસનું સિક્રેટ પણ રીવિલ કર્યું છે. ચાલો જોઈએ શું કહ્યું છે નીતા અંબાણીએ-
આઠમી માર્ચની ઉજવણી દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે કરવામાં આવી રહી છે ત્યારે ભારતના ખૂબ જ જાણીતા ગુજરાતી બિઝનેસવુમન નીતા અંબાણીએ મહિલાઓ માટે ખાસ સંદેશો આપતો એક વીડિયો શેર કર્યો છે.

આપણ વાંચો: PM Narendra Modi કે Mukesh Ambani? નીતા અંબાણીએ આપ્યો એવો જવાબ કે…

આ વીડિયોમાં તેમણે પોતાની ફિટનેસનું સિક્રેટ પણ રીવિલ કર્યું છે. નીતા અંબાણી સાહીઠી વટાવી ચૂક્યા છે અને તેમ છતાં તેમની સુંદરતા અને ફિટનેસ કરોડો મહિલાઓ માટે એક ઈન્સપિરીરેશન સમાન છે.

નીતા અંબાણીએ આજે એક ખાસ વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોના માધ્યમથી નીતા અંબાણીએ મહિલાઓને તેમની ફિટનેસ અને હેલ્થ અંગે જાગૃત કરવાનો એક નમ્ર પ્રયાસ કર્યો હતો.

નીતા અંબાણીએ શેર કરેલાં વીડિયો તેમણે શરુ કરેલાં સ્ટ્રોંગર અભિયાન વિશે વાત કરી છે અને આ વીડિયોના માધ્યમથી તેમણે મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અને ફિટનેસ પર ધ્યાન આપવા અપીલ કરી હતી અને રોજિંદા વ્યસ્ત જીવનમાંથી પણ વર્કઆઉટ માટે સમય કાઢવાની પ્રેરણા આપી હતી. નીતા અંબાણીએ પોતાના વીડિયોમાં એવું પણ જણાવ્યું હતું કે ઉંમર એ માત્ર એક નંબર છે.

આપણ વાંચો: Viral Video: આનંદ પિરામલે નીતા અંબાણી અને મુકેશ અંબાણી સામે જ ઈશા સાથે કર્યું એવું વર્તન કે…

નીતા અંબાણીએ વીડિયો દ્વારા મહિલાઓએ પરિવારની સાથે સાથે પોતાના માટે સમય કાઢવા અને ધ્યાન રાખવાની ભલામણ પણ કરી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે મહિલાઓ અને એમાં પણ ખાસ કરીને ભારતીય મહિલાઓ પોતાની જાતને સૌથી છેલ્લાં મૂકે છે અને તેઓ પોતાની જાત વિશે સૌથી છેલ્લે વિચારે છે. એક સમય એવો પણ આવી જાય છે કે તેઓ પોતાની પીડા અને તકલીફો વિશે ભૂલી જાય છે.

આ વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે મહિલાઓએ સૌથી પહેલા પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે અને એમાં પણ જો તમારી ઉંમર 50થી 60 વર્ષની છે તો તમારે તમારા હેલ્થને લઈને ખૂબ જ સજાગ રહેવાની જરૂર છે. સમયની સાથે શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે. શરીરના સંતુલનને લઈને તેની કામ કરવાની ગતિ પણ ધીરી પડવા લાગે છે.

ફિઝીકલ સ્ટ્રેન્થ અને મેટાબોલિઝમ પણ ધીમું પડવા લાગે છે. દિવસમાં ઓછામાં ઓછો 30 મિનિટનો સમય તો પોતાની જાત માટે કાઢો. જો હું કરી શકું છું તો તમે કેમ નહીં? અઠવાડિયામાં ચાર દિવસ તો કસરત કરો. અમારા સ્ટ્રોંગર અભિયાનનો હિસ્સો બનો અને પોતાની જાતને ફિટ રાખો…

તમે પણ આજે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પ્રણ લો અને પોતાની જાતને ફિટ અને ફાઈન રાખવા માટે કટિબદ્ધ બનો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button