
અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani) 61 વર્ષેય પોતાની સુંદરતા અને સ્ટાઈલથી બોલીવૂડની એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. હાલમાં જ મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટરમાં વેવ્ઝ (WAVES 2025) સમિટ ચાલી રહી છે.
સમિટના બીજા દિવસે નીતા અંબાણી પણ તેમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને હર હંમેશની જેમ જ તેમણે આ વખતે પણ પોતાના લૂક્સથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. આવો જોઈએ આખરે શું ખાસ હતું નીતા અંબાણીના લૂકમાં…
સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો આ લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને હર હંમેશની જેમ નીતા અંબાણીનો આ લૂક એકદમ ગ્રેસફૂલ અને સ્ટાઈલિશ લાગી રહ્યા છે.
આપણ વાંચો: મુકેશ અંબાણીને પસંદ છે નીતા અંબાણીને આ ખાસ સાડીમાં જોવાનું, કિંમત એટલી કે…
નીતા અંબાણીએ આ સમયે સુંદર પેસ્ટલ પિંક કલરની બનારસી સિલ્રની સાડી પહેરી હતી. આ સાડી પર સુંદર ગોલ્ડન બોર્ડર જોવા મળી રહી છે, જેને કારણે સાડીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી હતી. મલ્ટીકલર્ડ ફ્લોરલ એમ્બ્રોઈડરી સાડીને વધારે સુંદર બનાવી રહી હતી.
ખુલ્લા પલ્લુવાળી સાડીની સાથે નીતા અંબાણીએ સુંદર ડાયમંડ સ્ટડ ઈયરરિંગ્સ અને લોન્ગ ડાયમંડ નેકલેસ પહેર્યો હતો, જેની સાથે ઓવરસાઈઝ્ડ ડાયમંડ પેન્ડન્ટ જ્વેલરી અને કળા પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવે છે. આ સુંદર લૂકને કમ્પલિટ કરવા માટે નીતા અંબાણીએ પોટલી બેગ કેરી કરી હતી.
આપણ વાંચો: જામનગરમાં જોવા મળ્યો નીતા અંબાણીનો નોખો અંદાજ, ફોટો વીડિયો થયા વાઈરલ…
સાડી અને જ્વેલરીની સાથે પરફેક્ટ મેકઅપ પણ એટલો જ જરૂરી છે. નીતા અંબાણીએ આ સાથે ન્યૂડ આઈશેડો, ડ્રામેટિક વિંગ્ડ આઈલાઈનર, કાજલ, મસ્કરા કોટેડ લેશેઝ અને બ્લશ્ડ ચિક્સ નીતા અંબાણીના લૂકને વધારે નિખારી રહ્યા હતા. સાઈડ પાર્ટર્ડ બનમાં વેણી લગાવીને સમિટમાં પહોંચેલા નીતા અંબાણીઓ ઠસ્સો જ એકદમ અલગ હતો.
નીતા અંબાણીનો આ બ્યુટીફૂલ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ તેના પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. આ પહેલી વખત નથી કે નીતા અંબાણીએ પોતાના લૂકને કારણે સેન્ટર ઓફ અટ્રેક્શન બન્યા હોય. સુંદરતા અને સ્ટાઈલના મામલામાં તો તેઓ પોતાની દીકરી ઈશા અંબાણી કે વહુઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટને પણ ટક્કર આપે છે.