મુકેશ અંબાણીને પસંદ છે નીતા અંબાણીને આ ખાસ સાડીમાં જોવાનું, કિંમત એટલી કે…

દેશના સૌથી ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવાર (Ambani Family)ના સભ્યો પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ વાત કરીએ અંબાણી પરિવારના લેડી બોસ અને બિગ બોસ ગણાતા નીતા અંબાણી (Nita Ambani) અને મુકેશ અંબાણી (Mukesh Ambani)ની.
આમ તો અંબાણી પરિવાર ખૂબ જ ધનવાન છે અને કોઈ પણ વસ્તુને પામવું કે મેળવવું તેમના માટે અઘરું નથી, પણ તેમ છતાં મુકેશ અંબાણી પોતાના પત્ની નીતા અંબાણીને એક ખાસ સાડીમાં જોવાનું પસંદ કરે છે. ચાલો જોઈએ આખરે એવું શું ખાસ છે આ સાડીમાં…
આપણ વાંચો: કેટલું હતું અંબાણી પરિવારના ઘરનું પહેલું ઈલેક્ટ્રિસિટી બિલ? આંકડો સાંભળીને….
નીતા અંબાણી 60 વર્ષે પણ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે. નીતા અંબાણી જ્યારે પણ પોતાની આગવી સ્ટાઈલમાં તૈયાર થઈને ઘરની બહાર નીકળે છે ત્યારે લોકો તેમના દિવાના થઈ જાય છે તો પતિ મુકેશ અંબાણી પણ કેમ આમાં પાછળ રહી જાય?
વાત જાણે એમ છે કે નીતા અંબાણી જ્યારે 40 લાખની સાડી પહેરીને તૈયાર થઈને નીકળ્યા ત્યારે બાકીના લોકોની જેમ મુકેશ અંબાણી પણ તેમને જોતા જ રહી ગયા હતા અને ફરી વખત તેમના પ્રેમમાં પડી ગયા હતા. આમ તો નીતા અંબાણીની સાડીઓનું કલેક્શન એકદમ દમદાર છે અને તેમાં એકથી ચઢિયાતી એક સાડીઓ છે.
આપણ વાંચો: અંબાણી પરિવારમાં આ શું ચાલી રહ્યું છે? Anant પહોંચ્યો દ્વારકા તો Akash Ambani…
સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટરે નીતા અંબાણીનો આ ખાસ સાડીવાળો ફોટો શેર કર્યો છે. નીતા અંબાણીએ પહેરેલી સાડી જાણીતી ડિઝાઈનર અનામિકા ખન્ના દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. ગોલ્ડન બોર્ડરવાળી આ ક્રીમ ટોનની સાડીને રેડ કલરના હેવી એમ્બેલિશ્ડ બ્લાઉઝ સાથે સ્ટાઈલ કર્યું હતું. આ સાડીની કિંમત 40 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
નીતા અંબાણી આ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. મુકેશ અંબાણી પણ પત્નીના આ લૂકને જોઈને એકદમ ફ્લેટ થઈ ગયા હતા અને તેઓ ફરી એક વખત નીતા અંબાણીના પ્રેમમાં પડી ગયા હતા. નીતા અંબાણી એક પોપ્યુલર એન્ટરપ્રેન્યોર હોવાની સાથે સાથે એવરગ્રીન બ્યુટી છે. તેઓ પોતાના ચાર્મ અને ગોર્જિયસ લૂકની સાથે સાથે અમેઝિંગ પર્સનાલિટી અને બીજાને મદદ કરવાના સ્વભાવને કારણે પણ લોકપ્રિય છે.
નીતા અંબાણી પોતાની એવરગ્રીન બ્યુટીથી વહુ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ અને દીકરી ઈશા અંબાણીને પણ કાંટે કી ટક્કર આપતા જોવા મળે છે.