નાની વહુ રાધિકા મર્ચન્ટ નહીં પણ મોટી વહુ પર આ રીતે નીતા અંબાણીએ વરસાવ્યું વ્હાલ…
અંબાણી પરિવાર (Ambani Family) હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે જ છે, નીતા અંબાણી (Nita Ambani) અને બંને વહુઓની સ્ટાઈલ તો એકદમ ગજબ જ છે. નીતા અંબાણી પોતાની બંને વહુઓ પર ખૂબ જ વ્હાલ વરસાવે છે એ વાત તો બધા જ જાણે છે. અવાર-નવાર સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને તેમની બંને વહુઓ વચ્ચેનો સુંદર બોન્ડ પણ જોવા મળતો જ હોય છે. કોઈ પણ ઈવેન્ટમાં અંબાણી સાસુ-વહુની જોડી જોઈને યુઝર્સ એવું જ રહે છે કે બંને મા-દીકરીઓ જેવી લાગે છે.
આ પણ વાંચો: ભારેભરખમ મીનાકારીવાળી જ્વેલરી, નીતા અંબાણી પર આ રીતે ભારે પડી નાની વહુ રાધિકા મર્ચન્ટ…
ગયા અઠવાડિયાએ જ બાંદ્રાના બીકેસી ખાતે આવેલા એનએમએસીસી આર્ટ કેફેની લોન્ચ ઈવેન્ટ હતી અને આ ઈવેન્ટમાં પણ નીતા અંબાણી અને તેમની વહુઓ વચ્ચેનો સુંદર બોન્ડ જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં પણ મોટી વહુ શ્લોકા મહેતા (Shloka Maheta) પર જે રીતે નીતા અંબાણી વ્હાલ વરસાવતા જોવા મળ્યા હતા એનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.
એનએમએસીસીના આર્ટ કેફેના લોન્ચ વખતે પણ ફરી એક વખત નીતા અંબાણીએ પોતે વર્લ્ડ્સ બેસ્ટ મધર ઈન લો છે એ સાબિત કરી આપ્યું છે. આ ઈવેન્ટમાં તેમણે જે રીતે મોટી વહુ શ્લોકા મહેતા પર વ્હાલ વરસાવ્યું એ લોકો જોતા જ રહી ગયા હતા. સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને શ્લોકા મહેતાના ફોટો વાઈરલ થઈ રહ્યા છે, જે જોઈને યુઝર્સ એકદમ ફ્લેટ થઈ ગયા છે.
નેટિઝન્સને નીતા અને શ્લોકા મહેતા વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે અને બંને એકબીજા સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં નીતા અંબાણી અને શ્લોકા મહેતા હસતાં હસતાં કેમેરા સામે પોઝ આપી રહ્યા છે. આ ફોટોમાં નીતા અંબાણી અને શ્લોકા મહેતા જેટલા સુંદર દેખાઈ રહ્યા છે, બંનેના આઉટફિટ પણ એટલા જ સુંદર હતા.
આ પણ વાંચો: રાધિકાએ સાસુ નીતા અંબાણીની પરંપરા જાળવી, અસ્સલ ભારતીય પુત્રવધુની જેમ પૂજામાં થઈ સામેલ…
વાત કરીએ નીતા અંબાણીના આઉટફિટની તો તેમણે આ ઈવેન્ટમાં ક્રીમ કલરનો ઓવરસાઈઝ્ડ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું અને આ આઉટફિટમાં તેઓ બોલીવૂડની એક્ટ્રેસને પણ મ્હાત આપતા જોવા મળ્યા હતા. જ્યારે શ્લોકા પણ ઓરેન્જ કલરના ઓફ શોલ્ડર બલૂનવાળા ડ્રેસમાં કમાલની લાગી રહી હતી. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લેજો હં ને….