આમચી મુંબઈઉત્સવમનોરંજનમહારાષ્ટ્રસ્પેશિયલ ફિચર્સ

રાધિકાએ સાસુ નીતા અંબાણીની પરંપરા જાળવી, અસ્સલ ભારતીય પુત્રવધુની જેમ પૂજામાં થઈ સામેલ…

મુંબઇઃ એન્ટિલિયામાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષની ગણેશ ચતુર્થી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે ખૂબ જ ખાસ છે. લગ્ન બાદ આ કપલ પહેલીવાર સાથે ગણપતિ પૂજા કરી રહ્યું છે. અંબાણી હાઉસ એટલે કે એન્ટિલિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. બાપ્પાના તહેવારની ઉજવણી માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ફંક્શનની અંબાણી પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો : કંઈક આ રીતે Mukesh Ambani-Nita Ambaniએ કર્યું બાપ્પાનું સ્વાગત, વીડિયો થયો વાઈરલ…

અંબાણી હાઉસમાં આ વર્ષે ગણેશ પૂજામાં પણ ખૂબ ધામધૂમ જોવા મળી રહી છે. પરિવારજનો સહિત બોલિવૂડથી લઇને જુદી જુદી ઇન્ડ્સ્ટ્રીઝના લોકો અહીં બાપ્પાના આશિર્વાદ લેવા પધારી રહ્યા છે. આ ખાસ અવસર પર અનંત અંબાણી અને રાધિકાએ પતિ-પત્ની તરીકે સાથે મળીને લગ્ન બાદ પહેલી વાર ગણપતિ પૂજા કરી છે. આ સમયે સાસુ-વહુ (નીતા-રાધિકા) વચ્ચે ગજબનું ટ્યુનિંગ જોવા મળ્યું હતું. રાધિકા મર્ચન્ટ ટીપિકલ પરિણીત મહિલાના અવતારમાં જોવા મળી હતી. સાસુ-સસરાની જેમ જ તેણે પણ ઘરે આવનારા મહેમાનોનું હાથ જોડીને પ્રેમાળ મુખમુદ્રા સાથે સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો : Anant Ambani અને Lalbaugh Cha Raja વચ્ચે છે આ ખાસ કનેક્શન…

રાધિકા અંબાણીએ ગળામાં મંગળસૂત્ર અને હેવી જ્વેલરી પહેરી હતી. વાળના સેંથામાં તેણે સિંદૂર લગાવ્યું હતું. વાળને તેણે સિલ્ક બનમાં બાંધ્યા હતા. તેણે ભારે રંગબેરંગી સિલ્ક સાડી પહેરી હતી, જેમાં તે ઘણી શોભી રહી હતી. તેના આ લુકમાં સાસુ નીતા અંબાણીની ઝલક જોવા મળતી હતી. તેણે સાદુ બ્લાઉઝ પહેર્યું હતું. તેની દરેક સ્ટાઇલ ક્લાસી લાગતી હતી. આટલા ઓછા સમયમાં રાધિકા પરિવારની પરંપરા સુપેરે શીખી ગઇ છે અને તેને અપનાવી પણ લીધી છે, જેનાથી સાસુ-સસરા પણ ખુશ છે. રાધિકાના ચહેરા પરનું સ્મિત જ દર્શાવી રહ્યું હતું કે નીતા અંબાણી તેમની નાની વહુથી કેટલા ખુશ છે. નીતા અંબાણી પણ પર્પલીશ બ્લ્યુ ગુજરાતી ટાઇપની સાડીમાં સુંદર લાગી રહ્યા હતા. તેમણે ગળામાં મોતીનો હાર પહેર્યો હતો અને વાળને બનમાં બાંધી ગજરા લગાવ્યા હતા. આ ઉંમરે પણ નીતા અંબાણી સુંદરતાના મામલે તેમની પુત્રવધુઓને ટક્કર આપે છે.

આ પણ વાંચો : Viral Video: 5000 કરોડના ખર્ચે પણ યોજાયેલા Anant Ambaniના લગ્નમાં પણ આવી વ્યવસ્થા તો નહોતી…

નીતા અંબાણીએ અનંત અંબાણી અને રાધિકા સાથે પોઝ પણ આપ્યા હતા. અનંત ઓરેન્જ કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યો હતો.


Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker