મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

કંઈક આ રીતે Mukesh Ambani-Nita Ambaniએ કર્યું બાપ્પાનું સ્વાગત, વીડિયો થયો વાઈરલ…

મુંબઈ: આજથી આખી મુંબઈ નગરી ગણેશમય બની ગઈ છે અને 10 દિવસ સુધી મુંબઈ અને મુંબઈગરા પર બાપ્પાનો ખુમાર છવાયેલો જોવા મળશે. આજે ગણેશ ચતુર્થીના દિવસે મુંબઈ જ નહીં પણ દેશભરમાં ભક્તો ખૂબ જ ભાવપૂર્વક બાપ્પાનું સ્વાગત કરી રહ્યા છે ત્યારે દેશના જ નહીં પણ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા Mukesh Ambani, Nita Ambaniના ઘરે પણ Antilia Cha Rajaનું અનોખા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાઈ વાત જ્યારે અંબાણી પરિવારની હોય તો સ્વાગત તો ખાસ હોય જ ને? ચાલો જોઈએ કઈ રીતે અંબાણી પરિવારે લડકા બાપ્પાને વેલકમ કર્યા…

દર વર્ષની જેમ જ આ વખતે પણ અંબાણી પરિવારે એન્ટિલિયાના રાજાનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું. Anant Ambani અને Radhika Merchant પણ લગ્ન પછીના પહેલાં ગણેશોત્સવમાં બાપ્પાની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારે શુક્રવારે સાંજે જ એન્ટિલિયા ખાતે ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી. અંબાણી પરિવાર છેલ્લાં અનેક વર્ષોથી ગણેશોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરે છે.

આ પણ વાંચો: હાર્દિક પંડયા નહીં અંબાણી પરિવારના આ મહેમાન સાથે અનન્યાની રિલેશનશિપ કન્ફ્રર્મ!

અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારે એન્ટિલિયા ખાતે જે બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી છે તેમને એન્ટિલિયા ચા રાજા તરીકે ઓળખવામાં આવે છે. આખા અંબાણી પરિવારે હર્ષોલ્લાસથી બાપ્પાનું સ્વાગત કરતા ‘ગણપતિ બાપ્પા મોર્યા’ ના નારા લગાવ્યા હતા.

જુલાઈ, 2024માં ગ્રાન્ડ વેડિંગ બાદ અનંત અને રાધિકાનો આ પહેલો ગણેશોત્સવ છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં અંબાણી પરિવાર ખૂબ જ ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: હાર્દિક પંડયા નહીં અંબાણી પરિવારના આ મહેમાન સાથે અનન્યાની રિલેશનશિપ કન્ફ્રર્મ!

આ ઉપરાંત એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર અનંત અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈના પ્રતિષ્ઠિત લાલબાગ ચા રાજાને આ વખતે સોનાનો મુગટ ચઢાવ્યો છે, જેની કિંમત આશરે 15થી 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મુગટનું વજન 20 કિલો છે. અંબાણી પરિવાર ભગવાનમાં ખૂબ જ આસ્થા ધરાવે છે. પરિવારના સભ્યો અવારનવાર નાથદ્વારા, સિદ્ધિવિનાયક, ઉજ્જૈન જેવા ધાર્મિક સ્થળોનો મુલાકાત લેતા જોવા મળે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત