આમચી મુંબઈમહારાષ્ટ્ર

Anant Ambani અને Lalbaugh Cha Raja વચ્ચે છે આ ખાસ કનેક્શન…

દેશભરમાં ગણેશોત્સવની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. લાડકા બાપ્પાના આગમનને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. પરંતુ મુંબઈના ગણેશોત્સવની વાત થઈ રહી હોય તો લાલબાગ ચા રાજા વિના તો વાત અધૂરી જ ગણાય.

લાલબાગ ચા રાજાએ મુંબઈની શાન છે અને ગઈકાલે જ લાલબાગ ચા રાજાનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો. આ વખતે પણ બાપ્પા હર હંમેશની જેમ એકદમ મનોહર લૂકમાં જોવા મળ્યા હતા અને તેમણે સોનાનું મુગટ પહેરેલા જોવા મળે છે.

મળી રહેલી માહિતી પ્રમાણે આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશને બાપ્પાને 20 કિલો સોનાનો મુગટ અર્પણ કર્યો છે અને એની કિંમત આશરે 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

અંબાણી પરિવાર દર વર્ષે લાલબાગ ચા રાજાના દર્શને આવે છે. પણ તમને ખબર છે કે અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણી અને લાલબાગ ચા રાજા વચ્ચે ખાસ સંબંધ છે? ચાલો આજે તમને આ સંબંધ વિશે જણાવીએ.

આ પણ વાંચો: પુઢચ્યા વર્ષી લવકર યા: આખરે 23 કલાક બાદ લાલબાગ ચા રાજાનું વિસર્જન

વાત જાણે એમ છે કે અનંત અંબાણીને લાલ બાગના રાજામાં ઊંડી શ્રદ્ધા છે અને તેઓ દર વર્ષે બાપ્પાના દર્શને આવીને ખૂબ જ શ્રદ્ધાથી દિલ ખોલીને ચઢાવો ચઢાવે છે. આ ઉપરાંત તેઓ મંડળને શક્ય એટલી મદદ પણ કર છે. અનંત અંબાણીની ગણપતિ પ્રત્યેની ભક્તિ અને સમર્થનથી અનેક સામાજિક અભિયાનોને બળ મળી રહ્યું છે. એટલું જ નહીં લાચાર અને બીમાર લોકોની મદદ કરવામાં આવી રહી છે.

લાલબાગ બજારમાં 1934માં લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળની સ્થાપના સ્થાનિક માછીમારો અને વેપારીઓના સમૂહ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી માટે કરવામાં આવી હતી. દેશમાં 7 સપ્ટેમ્બરથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ 10 દિવસ સુધી ચાલે છે અને 10મા દિવસે ભક્તો ભારે હૈયે બાપ્પાને વિદાય આપે છે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker