આધાર અપડેટ કરવા માટે નવા નિયમો અને દસ્તાવેજો – જાણો સંપૂર્ણ વિગતો!
UIDAI દ્વારા જાહેર કરાયેલ નવા દસ્તાવેજોની સંપૂર્ણ યાદી અને નિયમો

નવી દિલ્હીઃ ભારતમાં આધાર કાર્ડ અતિ મહત્વનો દસ્તાવેજ છે. આ માત્ર ઓળખ પત્ર જ નથી પરંતુ ભારતીય નાગરિકની ઓળખ માટે પણ અતિ મહત્વનું છે. આધાર કાર્ડમાં અનેક વખત નવી અપડેટ આવતી રહે છે. અત્યારે ફરી UIDAIએ વર્ષ 2025-26 માટે નવા દસ્તાવેજની યાદી જાહેર કરી છે, જે આધાર નોંધણી અને અપડેટ બંને પ્રક્રિયાઓ પર લાગુ થશે. જો તમે નવું આધાર કાર્ડ મેળવવાનું વિચારી રહ્યાં છો અથવા તો જૂના આધારને અપડેટ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે જ છે. UIDAIએ આધાર કાર્ડ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોને ચાર મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યાં છે, જેમાં ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, જન્મ તારીખનો પુરાવો અને સંબંધનો પુરાવો જરૂરી છે. આ રહી તેની સંપૂર્ણ વિગતો…
UIDAIની જાહેરાત પ્રમાણે 5 વર્ષથી ઉપરના બાળકો માટે આ નિયમો લાગુ પડશે. તેમના માટે જરૂરી દસ્તાવેજોમાં જન્મનું પ્રમાણ પત્ર, શાળાનું આઈડી કાર્ડ અને માતા-પિતાનું આધાર કાર્ડ આપવાનું રહેશે. વિદેશમાં રહેતા ભારતીયોએ પણ આધાર કાર્ય બનાવવા માટે કેટલાક દસ્તાવેજો આપવા પડશે. જેમાં વિદેશી પાસપોર્ટ, OCI કાર્ડ, (Overseas Citizen of India), ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલ નાગરિકતા પ્રમાણપત્ર અને FRRO દ્વારા જારી કરાયેલ નિવાસી પરમિટ આપવાનું રહેશે.
આ પણ વાંચો: Free માં આધાર અપડેટ કરાવવાની તારીખ લંબાવવામાં આવી, જાણો કઈ છે અંતિમ તારીખ
દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા વધુ સુરક્ષિત બનાવી
સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખતા UIDAI એ હવે દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવી દીધી છે. હવે બધા દસ્તાવેજોની માન્યતા ડિજિટલ રીતે તપાસવામાં આવશે. ફક્ત મૂળ દસ્તાવેજો અથવા UIDAI દ્વારા મંજૂર કરાયેલ નકલોને જ માન્ય ગણવામાં આવશે.આ સાથે નવી અપડેટ્સ માટે OTP આધારિત પ્રમાણીકરણ કરવું પણ ફરજિયાત થઈ ગયું છે. જો તમે આધાર બનાવવાનું કે અપડેટ કરાવવાનું છે તો તેના માટે UIDAI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. બાકી આ પ્રક્રિયા માટે કોઈ નકલી દસ્તાવેજોનો ઉપયોગ ના કરવો.
ક્યાં ક્યા દસ્તાવેજોની જરૂર પડશે?
- ભારતીય પાસપોર્ટ
(આ દસ્તાવેજમાં POI, POA, DOB, PORએમ ચારેય શ્રેણીઓમાં માન્ય છે) - ડ્રાઇવિંગ લાઇસન્સ (ઓળખ અને સરમાના માટે માન્ય)
- પાન કાર્ડ (ઓળખામ માટે માન્ય)
- ચૂંટણી કાર્ડ (ઓળખ અને સરમાનું બંને માટે માન્ય)
- રાશન કાર્ડ (સરનામું અને પારિવારિક સંબંધો ઓળખ માટે માન્ય)
- બેંકની પાસબુક (સરનામાના પુરાવા તરીકે માન્ય)
- સરકારી કર્મચારીઓને આપવામાં આવેલ ઓળખપત્ર અથવા પેન્શન કાર્ડ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય રહેશે