સ્પેશિયલ ફિચર્સ

55 કરોડથી વધુ વખત જોવાયેલી આ Instagram Reel જોશો તો મગજ ચકરાઈ જશે…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને એમાં પણ ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ તો મોસ્ટ પોપ્યલુર એપ બની ગયું છે. લોકો કલાકો સુધી ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવામાં પોતાનો સમય પસાર કરતા હોય છે.

ઘરના કામ કરતી વખતે, પ્રવાસ કરતી વખતે, ઓફિસમાં કે કોલેજમાં કે ખાલી પડેલાં સમયમાં રીલ્સ જોવાનું પસંદ કરે છે. પરંતું આ બધા વચ્ચે તમને કોઈ પૂછે કે દુનિયામાં સૌથી વધુ જોવાયેલી રીલ કઈ છે તો શું તમને એની જાણ છે ખરી? ચાલો આજે તમને દુનિયાની સૌથી વધુ જોવાયેલી રીલ વિશે જણાવીએ.

તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાની સૌથી વધુ જોવાયેલી રીલને 55 કરોડથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. આ રીલ કેરળના મોહમ્મદ રિઝવાન નામના કન્ટેન્ટ ક્રિયેટરે બનાવી છે.

આપણ વાંચો: સોશિયલ મીડિયા પર યુવક સાથે મિત્રતા ભારે પડી: બળાત્કાર ગુજારી યુવતીને આપ્યો ત્રાસ

આ રીલ તેમણે નવેમ્બર, 2023માં પોસ્ટ કરી હતી અને જોત જોતામાં આ રીલ એટલી બધી વાઈરલ થઈ ગઈ કે તે દુનિયામાં સૌથી વધુ જોવાયેલી રીલ બની ગઈ. રિઝવાનની આ ઉપલબ્ધિની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ લેવામાં આવી છે.

હવે તમને પણ થશેને કે આખરે એવું તે શું છે આ રીલમાં કે તે આટલી બધી વાઈરલ થઈ ગઈ? ચાલો એ વિશે પણ વાત કરી જ લઈએ. વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે રિઝવાન મલાપુરમના કેરલામંકુદુ વોટરફોલ ગયો હતો અને આ સમયે તેની સાથે કોઈ બીજું પણ જોવા મળે છે. તે દૂરથી ફૂટબોલને મારે છે અને બોલ સીધો જઈને ઝરણા પાછળ પથ્થરોની વચ્ચે ઘૂસી જાય છે. આ જોઈને રિઝવાન એકદમ ચોંકી ઉઠે છે.

બસ આ વીડિયો આટલો જ છે અને આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં આ વીડિયોને 554 મિલિયન જેટલા વ્યૂ મળી ચૂક્યા છે. આ વીડિયોને 92 લાખ લોકોએ લાઈક કર્યો છે અને 42,000થી વધુ લોકોએ આ વીડિયો પર કમેન્ટ પણ કર્યું છે.

આઠમી જાન્યુઆરી, 2024ના રિઝવાને એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેણે આ રીલને કારણએ એક વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે, સૌથી વધુ જોવાયેલી રીલ્સ બનાવવાનો રેકોર્ડ.

આપણ વાંચો: એક મકાઈનો ડોડોની કિંમત 500 રુપિયા?, જાણીતા ક્રિકેટરની રેસ્ટોરાના ભાવ સોશિયલ મીડિયા પર વાઈરલ

નેટિઝન્સ આજે પણ આ વીડિયો જોઈ રહ્યા છે અને તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું હતું કે મને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે આ દુનિયાની સૌથી વધુ જોવાયેલી રીલ છે… બીજ એક યુઝરે લખ્યું હતું કે ટૂંક સમયમાં જ આ રીલને 600 મિલિયન વ્યૂ પૂરા થઈ જશે.

તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button