રસોઈ બનાવતી વખતે ક્યારે મીઠું નાખવું જોઈએ? મોટાભાગના લોકો કરે છે ભૂલ…

મીઠું… રસોઈનું સૌથી મોટું અને મહત્ત્વનું ઘટક. રસોડામાં જોવા મળતું મીઠું જેમ રસોઈનો સ્વાદ વધારી શકે છે એમ જ તેનો સ્વાદ બગાડી પણ શકે છે. ભોજન બનાવતી વખતે મીઠું કેટલું અને ક્યારે નાખવાનું છે એ જાણવું ખૂબ જ મહત્વનું છે.
જો તમે બનાવેલી રસોઈમાં પણ મીઠું ક્યારેક ઓછું હોય છે તો ક્યારેક એનો સ્વાગ પરફેક્ટલી નથી આવતો. ઘણી વખત જ્યારે તમે ખાવાનું ચાખો છો ત્યારે મીઠું બરાબર હોય છે, પરંતુ થોડી વાર પછી જ્યારે ખાવ છો ત્યારે જોવા મળે છે કે કાં તો મીઠું વધી જાય છે કાં તો તે ઓછું લાગે છે.
આપણ વાંચો: કોના હાથની રસોઈ પસંદ હતી ઉદ્યોગપતિ Ratan Tata ને? જાણી લો…
જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચી જવો પડશે, કારણ કે આ આર્ટિકલમાં જ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે ભોજનમાં મીઠું ક્યારે નાખવું જોઈએ-
ચોખા કે પાસ્તાઃ

જો તમે ચોખા કે પાસ્તા બનાવી રહ્યા છો તે તેને ઉકાળતી વખતે તેમાં એક ચપટી મીઠું નાખવું એકદમ પરફેક્ટ હોય છે. આનું કારણ છે કે આ બંને વસ્તુઓનું સ્ટાર્ચયુક્ત હોવું. આ બંને વસ્તુઓ મીઠું શોષી લે છે. જેને કારણે આ બંને વસ્તુઓને ઉકાળતી વખતે જ તેમાં મીઠું નાખીને તેને સરખી રીતે મિક્સ કરી લેવું જોઈએ.
સૂપઃ

જો તમે કોઈ પણ પ્રકારનું સૂપ બનાવી રહ્યા છો તો તમે મીઠું સૌથી છેલ્લે કે વચ્ચે ક્યારેય પણ બનાવતી વખતે ઉમેરી શકો છો. સૂપ લિક્વિડ હોય છે એટલે તેની અંદર મીઠું સૌથી વધુ ઝડપથી અને સરળતાથી મિક્સ થઈ જાય છે.
છોલે-રાજમાઃ

જો તમે છોલે કે રાજમા બનાવી રહ્યા છો તો સૌથી પહેલાં આ બંને વસ્તુઓને પલાળવામાં આવે છે. જ્યારે તમે છોલે કે રાજમા પલાળો છો ત્યારે જ તેમાં મીઠું ઉમેરી લો. આવું કરવાથી તેની અંદર સુધી આરામથી મિક્સ થઈ જાય છે. ત્યાર બાદ જ્યારે તમે એને બનાવો છો ત્યારે મીઠું ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખવું જોઈએ.
સૂકા શાકઃ

જો તમે રસાવાળા કે ગ્રેવીવાળાને બદલે સૂકા શાક કે ભાજી બનાવી રહ્યા છો તો એમાં તમારે મીઠું એ સમયે જ ઉમેરી દેવું જોઈએ જ્યારે તમે મસાલાને શેકી રહ્યા હોવ. આવું કરવાથી જ્યારે તમે મસાલામાં શાકભાજીને મિક્સ કરો છો ત્યારે મીઠું શાકમાં એકદમ એકરસ થઈ જાય છે.