કોના હાથની રસોઈ પસંદ હતી ઉદ્યોગપતિ Ratan Tata ને? જાણી લો…
ઉદ્યોગપતિ અને દયાળુ સ્વભાવ માટે જાણીતા રતન ટાટા (Ratan Tata)ની દરેક ઝીણામાં ઝીણી વિગત જાણવામાં લોકોને ખૂબ જ રસ હોય છે, પરંતુ શું તમને ખબર છે કે સાદગીપૂર્ણ જીવન જીવી રહેલાં રતન ટાટાને કોના હાથની રસોઈ પસંદ હતી? ચાલો તમને આ વિશે જણાવીએ…
આ પણ વાંચો : મળી ગયા Ratan Tataના વારસદાર
રતન ટાટાનો જન્મ એક પારસી પરિવારમાં થયો હતો અને તમારી જાણ માટે કે તેમને પારસી ભોજન જ ખાવાનું પસંદ હતું અને જાણીતા પારસી શેફ પરવેઝ પટેલ રતન ટાટાના મનપસંદ શેફમાંથી એક હતા. એટલું જ નહીં પણ રતન ટાટાને એમના હાથનું ભોજન ખૂબ જ પસંદ હતું. ખૂબ લાંબા સમય સુધી શેફ પરવેઝ ટાટા ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા રહ્યા હતા.
વાત કરીએ શેફ પરવેઝ પટેલની તો તેમણે શેફ તરીકે પોતાના કરિયરની શરુઆત એક ગેરેજ રેસ્ટોરાંથી કરી હતી. એક નાનકડાં ચા-નાસ્તાના રેસ્ટોરાંથી શરૂઆત કરનારા પરવેઝ પટેલનું રેસ્ટોલાં પારસીઓની મનગમતી રેસ્ટોરાં બની ગઈ અને આમ આ રેસ્ટોરાં ટાટા ગ્રુપ સહિત અનેક લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું.
આ પણ વાંચો : Ratan Tata Special-6: Pakistan’s GDP કરતા મોટું સામ્રાજ્ય, પણ અબજોપતિની યાદીથી દૂર હતા Ratan Tata
શેફ પરવેઝે જમશેદપુરમાં ટાટા સ્ટીલના વાર્ષિક કાર્યક્રમમાં ભોજન બનાવવાનું શરૂ કર્યું અને રતન ટાટા ક્યારેય પણ આ ભોજન કરવાનું ચૂકતા નહોતા. પરવેઝ ટાટા સ્ટીલના કર્મચારીઓ માટે ભોજન બનાવતા હતા અને રતન ટાટા પણ આ ભોજન ખાતા હતા. એક ઈન્ટરવ્યુમાં ખુદ પરવેઝ પટેલે જણાવ્યું હતું કે રતન ટાટાને ઘરેલુ પારસી વાનગીઓ ખૂબ જ પસંદ હતી, જેમાં લસણ સાથે રાંધેલી ખાટી-મીઠ્ઠી મસૂરની દાળ, મટન પુલાવ દાળ અને અખરોટનો સમાવેશ થાય છે.