Mukesh Ambani કરતાં વધુ પગાર લે છે Ambani Familyનો આ મેમ્બર, આંકડો સાંભળીને ચોંકી ઉઠશો…
થોડાક સમય પહેલાં જ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી (Mukesh Ambani)ના વેતનને લઈને ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા હતા. હવે સામે આવેલા એક રિપોર્ટમાં મુકેશ અંબાણી કરતાં વધારે પગાર લેનારા સભ્યને લઈને ખુલસો કરવામાં આવ્યો છે. ચાલો જોઈએ કોણ છે એ સભ્ય કે જે મુકેશ અંબાણી કરતાં વધારે પગાર લે છે…
ફોર્બ્સ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર 113.5 બિલિયન ડોલરની સંપતિ સાથે અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનાઢ્ય પરિવારમાં કરવામાં આવે છે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અંબાણી પરિવારનો 50.33 ટકાનો મોટો હિસ્સો છે, જેમાંથી પરિવારને ડિવીડન્ટ તરીકે જંગી આવક થાય છે. 2023-24ની વાત કરીએ તો આ જ વર્ષમાં અંબાણી પરિવારને 3322.7 કરોડ રૂપિયાનું જંગી ડિવીડન્ટ મળ્યું છે.
આ પણ વાંચો : Nita Ambani, Tina Ambani નહીં પણ આ છે અંબાણી પરિવાર ગૃહલક્ષ્મી, નીતા પણ માને છે…
કોરોના મહામારી દરમિયાન મુકેશ અંબાણીએ કંપનીમાંથી એક પણ રૂપિયો પગારપેટે નહીં લેવાનો નિર્ણય લીધો હતો અને છેલ્લાં ચાર વર્ષથી તેમણે એક પણ રૂપિયો પગાર તરીકે લીધો નથી. પરંતુ બોર્ડની મીટીંગ, કે અન્ય ખર્ચ પેટે અંબાણી પરિવારને એક ચોક્કસ રકમ ચૂકવવામાં આવે છે, પરંતુ એને વેતન ગણી શકાય નહીં. એટલું જ નહીં પણ કંપની દ્વારા અંબાણી પરિવારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને આ માટે કંપની ખર્ચ કરશે પરંતુ આ રકમને પણ પગાર નહીં ગણી શકાય.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર કંપનીએ મુકેશ અંબાણી કરતાં નીતા અંબાણી (Nita Ambani)ને વધુ પૈસા ચૂકવ્યા છે. ઓગસ્ટ, 2023 સુધી નીતા અંબાણી કંપનીના બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા અને 2023-24ના નાણાકીય વર્ષ માટે નીતા અંબાણીએ સીટિંગ ફી તરીકે 2 લાખ રૂપિયા અને કમિશન તરીકે 98 લાખ રૂપિયા લીધા છે, જેને એમની કમાણી ગણી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો આ રીતે નીતા અંબાણીને કંપનીએ મુકેશ અંબાણી કરતાં વધારે વેતન ચૂકવ્યું છે.