વેવાણ Shaila Merchantએ કર્યું કંઈક એવું કે જોઈને Nita Ambani તો…
નીતા અંબાણી (Nita Ambani)એ હાલમાં જ નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani)ના લગ્ન કરીને નાની વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ને ઘરે લઈ આવ્યા. પરંતુ રાધિકાની મમ્મી અને નીતા અંબાણીના નવા નવા વેવાણ શૈલા મર્ચન્ટ (Shaila Merchant)એ કંઈક એવું કર્યું હતું કે જે નીતા અંબાણી કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું નીતા અંબાણીના નવા વેવાણ શૈલા મર્ચન્ટે…
નીતા અંબાણીની ફેશન સેન્સ એકદમ ગજબની છે એ વાત તો બધા જ જાણે છે અને તેમને ફેશન સેન્સમાં કાંટે કી ટક્કર આપનારાઓની યાદીમાં વહુ શ્લોકા મહેતા (Shloka Maheta), ઈશા અંબાણી (Isha Ambani) અને નાની વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ની સાથે સાથે હવે વધુ એક નામ જોડાઈ ચૂક્યું છે. આ નામ છે તેમના નવા નવા વેવાણ એટલે કે રાધિકા મમ્મી શૈલા મર્ચન્ટ. હાલમાં જ મુંબઈના બીકેસી ખાતે આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માં યોજાયેલા એક કાર્યક્રમમાં શૈલા મર્ચન્ટે પોતાની ગજબની ફેશન સેન્સથી નીતા અંબાણીને પણ ઝાંખા પાડી દીધા હતા.
આ કાર્યક્રમમાં શૈલા મર્ચન્ટ પતિ વિરેન મર્ચન્ટ અને મોટી દીકરી અંજલી મર્ચન્ટ સાથે પહોંચ્યા હતા. શૈલાનો ગુજરાતી લૂક સામે તો નીતા અંબાણી પણ ઝાંખા પડી જશે, જ્યારે અંજલિ સિમ્પલ લૂકમાં એકદમ ગોર્જિયસ લાગી રહી હતી.
શૈલા મર્ચન્ટે આ ઈવેન્ટ માટે રેડ કલરની મલ્ટીકલર સિલ્કની સાડી પહેરવાનું પસંદ કર્યું હતું. આ સાડી પર પંખીઓ અને પ્રાણીઓની કલાકૃતિઓ બનાવવામાં આવી છે. આ સાડી સાથે શૈલાએ ફૂલ સ્લીવનો ગોલ્ડન કલરનો હાઈનેક બ્લાઉઝ પેયરઅપ કર્યો હતો. આ બ્લાઉઝની સાથે શૈલાએ મેચિંગ પાતળી ગોલ્ડન ચેનવાળો નેકલેસ પહેર્યો હતો જેમાં પન્ના જડવામાં આવ્યા છે.
પોતાના આ સ્પેશિલ લૂકને કમ્પલિટ કરવા માટે શૈલા મર્ચન્ટે વાળ ખુલ્લા રાખ્યા હતા અને સટલ મેકઅપ સાથે મિલિયન ડોલર સ્માઈલ સાથે કેમેરા સામે પોઝ આપ્યા હતા. શૈલા મર્ચન્ટા આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. વાત કરીએ અંજલિની તો અંજલિએ બ્લ્યુ કલરનો ફિટિંગવાળો લોન્ગ સ્કર્ટ અને વ્રાઈટ ટોપ પહેર્યું હતું.
શૈલા મર્ચન્ટે પતિ વિરેન અને મોટી દીકરી અંજલિ સાથે રેડ કાર્પેટ પર પોતાનો જલવો બિખેર્યો હતો. શૈલા મર્ચન્ટ પરિવારની સાથે સાથે બિઝનેસ પણ ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યા છે.
Also Read –