દર વર્ષે ફેસબુકના સીઈઓ Mark Zuckerberg કેટલો પગાર લે છે? સાંભળીને ચોંકી ઉઠશો…

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક દુનિયાનું સૌથી વિશાળ અને લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યું છે. જોકે, આજના સમયમાં ફેસબુક જેવું મોટું પ્લેટફોર્મ સંભાળવાનું કામ સહેલું નથી, પરંતુ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg) પોતાની ટીમ સાથે ખૂબ જ સારી રીતે આ કામ સંભાળી રહ્યા છે.
તેમણે 2012માં ફેસબુકને પબ્લિક કર્યું હતું. પરંતુ શું તમને ખબર છે માર્ક ઝકરબર્ગને આ કામ કરવા માટે કેટલો પગાર ચૂકવવામાં આવે છે? ચાલો તમને જણાવીએ કે માર્ક ઝકરબર્ગ દર મહિને કેટલા પૈસા કમાવે છે?
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : ઝકરબર્ગ સાથે ડિનર, ટ્રમ્પનું હૃદયપરિવર્તન કેમ થયું?
રિપોર્ટ્સ અને રિસર્ચમાં સામે આવેલી વાતો વિશ્વાસ કરીએ તો માર્ક ઝકરબર્ગ આજના સમયમાં ફેસબુકમાં સૌથી ઓછી સેલરી મેળવનારા કર્મચારી છે. જી હા, તમને જાણીને નવાઈ લાગશે કે માર્ક ઝકરબર્ગ દર વર્ષે માત્ર એક ડોલર (રૂપિયા 80થી 85) પગાર પેટે લે છે.
2018માં કંપનીએ એક રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પપણ એક અધિકારી પોતાની સેલેરી પેકેજ નક્કી કરવામાં સામેલ ના થઈ શકે, પણ માર્ક ઝકરબર્ગ પોતે આગળ આવ્યા અને તેમણે કંપનીને જણાવ્યું કે તેમનું વેતન એક ડોલર રાખવામાં આવે. જોકે, આ પહેલી વખત નથી.
2013માં ઝકરબર્ગે પોતાની એ સમયની વાર્ષિક 5,00,000 ડોલર (આશરે ચાર કરોડ રૂપિયા) સેલરીને ઠુકરાવી હતી. ત્યારથી અત્યાર સુધી માર્ક ઝકરબર્ગ એક વર્ષ માટે એક ડોલરનો પગાર વસૂલે છે.
આપણ વાંચો: ઝકરબર્ગે Meta AI visualisation ફીચરનું લોન્ચ કર્યું, જાણો કઈ રીતે બનાવી શકશો કૂલ ઈમેજીસ
માર્ક ઝકરબર્ગનો જન્મ 14મી મે, 1984ના વ્હાઈટ પ્લેન્સ, ન્યૂ યોર્કમાં થયો હતો. તેઓ મેટા પ્લેટફોર્મના ફાઉન્ડર, અધ્યક્ષ અને સીઈઓ બંને છે. ઝકરબર્ગે ફિલિપ્સ એક્સેટર એકેડેમીમાં ટ્રાન્સફર થયા પહેલાં એર્ડસલે હાઈસ્કુલમાં ભણતા હતા, જ્યાં તેમણે સારું પ્રદર્શન કર્યું અને ફેસિંગ ટીમના કેપ્ટનના રૂપમાં કામ કર્યું.
2002માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લઈને મનોવિજ્ઞાન અને કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો. સેકન્ડ ઈયરમાં તેમણે ધ ફેસબુક લોન્ચ કર્યું, જે શરૂઆતમાં માત્ર હાર્વર્ડના યુનિવર્સિટી સુધી સીમિત એક સોશિયલ નેટવર્કિંગ સાઈટ હતી.