Ganesh Chaturthi: બે વખત થયો હતો ભગવાન ગણેશનો જન્મ, 90 ટકા લોકો નથી જાણતા આ ખાસ વાત

Lord Ganesh Birth unknown story: ભગવાન ગણેશ એવા દેવતા છે જે દરેક શુભ કાર્યની શરૂઆતમાં પૂજાય છે. તેઓ બધા અવરોધો દૂર કરનારા, સૌભાગ્ય લાવનારા અને અક્ષરો તથા શાણપણના દેવતા માનવામાં આવે છે. તેમના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા હતા, જેમનાથી તેમને શુભ અને લાભ એમ બે સંતાનો પ્રાપ્ત થયા હતા. પરંતુ માતા પાર્વતી અને પિતા શંકરના પુત્રના જન્મ સાથે જોડાયેલી ખાસ વાતને ઘણા લોકો જાણતા નથી.
બે યુગમાં થયો ભગવાન ગણેશનો જન્મ
આજે ભાદરવા સુદ ચતુર્થીનો દિવસ છે, આજના દિવસે ઘર, ગલી, મહોલ્લામાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરીને વિશેષ પૂજા કરવામાં આવે છે. ગણેશને આદિદેવ પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ અવરોધોનો નાશ કરનાર અને મંગલકર્તા દેવતા છે. હિન્દુ પુરાણો અનુસાર, ભગવાન ગણેશના જુદા જુદા યુગમાં અનેક અવતાર થયા છે. જેના વિશે ઘણા લોકો જાણતા નથી.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, સત્યયુગમાં ભગવાન ગણેશનો જન્મ ઋષિ કશ્યપ અને માતા અદિતિના પુત્ર તરીકે થયો હતો. જ્યારે ત્રેતાયુગમાં તેમનો જન્મ માતા ઉમાના ગર્ભમાંથી ગણેશ તરીકે થયો હતો. એક લોકપ્રિય માન્યતા મુજબ, ભગવાન ગણેશ પોતે શાશ્વત અને અનંત છે અને તેમનો કોઈ પૂર્વ જન્મ નથી.
ભગવાન ગણેશને હાથીનું મસ્તક જોડાયું
શિવપુરાણ અને ગણેશ પુરાણ જેવા ગ્રંથોમાં સૌથી પ્રચલિત કથા અનુસાર, માતા પાર્વતીએ પોતાના શરીરના મેલ (ઉબટન)માંથી ગણેશની મૂર્તિ બનાવી અને તેમને પોતાના દ્વારપાલ તરીકે નિયુક્ત કર્યા. આ પછી, જ્યારે તેમનું ભગવાન શિવ સાથે યુદ્ધ થયું, ત્યારે શિવે તેમનું મસ્તક કાપી નાખ્યું અને બાદમાં હાથીનું મસ્તક જોડીને તેમને પુનર્જીવિત કર્યા, જેના કારણે તેઓ ગજાનન તરીકે ઓળખાયા.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)