સ્પેશિયલ ફિચર્સ

‘મા તે મા’ સિંહણ પણ પોતાના બાળકને આપે છે આવી ટ્રેનિંગ, જુઓ વીડિયો

એશિયાઈ સિંહોના ગઢ ગણાતા સાસણ ગીરના જંગલમાંથી પ્રકૃતિપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દે તેવા બે રોમાંચક વીડિયો સામે આવ્યા છે. સામાન્ય રીતે સિંહો જમીન પર શિકાર કરવા અને વિહરવા માટે જાણીતા છે, પરંતુ આ વાયરલ વીડિયોમાં એક નાનકડું સિંહબાળ ખૂબ જ સહજતાથી ઝાડ પર ચઢી જતું જોવા મળે છે. આ દ્રશ્ય એટલું અનોખું હતું કે પ્રવાસીઓની સાથે જંગલના રાજાના આ શાબકને જોઈને વન્યજીવ નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સાસણ ગીરના સિંહ દર્શન વિસ્તારમાં એક રૂટ પર પ્રવાસીઓએ આ અદભૂત દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કર્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહબાળ એક ઉંચા ઝાડ પર ચઢીને ઉપર નિરાંતે બેસી ગયું છે. નવાઈની વાત એ છે કે નીચે ઉભેલી બે સિંહણો પણ આ સિંહબાળને ઝાડ પર ચડવાની ટ્રેનિંગ આપતી હોય તેવું લાગી રહ્યું છે. સિંહબાળ જાણે ઝાડ પર બેસીને આસપાસના નજારાની મજા માણી રહ્યું હોય તેવું લાગતું હતું.

વન્યજીવ નિષ્ણાતો અને વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિંહ કે તેના બચ્ચા ઝાડ પર ચઢે તે ઘટના અત્યંત દુર્લભ છે. સામાન્ય રીતે સિંહો પોતાના પંજા ધારદાર બનાવવા માટે ઝાડના થડનો ઉપયોગ કરે છે. જોકે, વન વિભાગના જણાવ્યા મુજબ, જ્યારે સિંહણ શિકાર કરવા જાય છે ત્યારે સંભવિત જોખમથી બચવા માટે તે પોતાના બચ્ચાઓને ઝાડ પર ચઢવાની તાલીમ આપે છે. આ એક પ્રકારનું સ્વબચાવનું કૌશલ્ય છે જે કુદરતી રીતે જ આ પ્રાણીઓમાં જોવા મળે છે.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સિંહણ તેના બચ્ચાઓને પંજા અને નખના સહારે કેવી રીતે ઉપર ચઢવું તેની સમજ આપી રહી છે. સાસણ ગીરમાંથી સામે આવેલા આ દ્રશ્યો માત્ર મનોરંજક જ નથી, પરંતુ ગીરની વન્યસૃષ્ટિ કેટલી સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે તેની સાબિતી પણ આપે છે. પ્રવાસીઓ માટે પણ આ એક લ્હાવો હતો, કારણ કે વર્ષોથી ગીરમાં આવતા હોવા છતાં ભાગ્યે જ કોઈએ સિંહબાળને આ રીતે વાંદરાની માફક ઝાડ પર કૂદાકૂદ કરતા જોયું હશે.

આપણ વાંચો:  ભારતના કયા રાજ્યમાંથી મળે છે સૌથી વધુ સોનું? 90 ટકા લોકોને નહીં ખબર હોય નામ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button