સ્પેશિયલ ફિચર્સ

સાસુ હોય તો Nita Ambani જેવા હોય, વહુને આપી એવી ગિફ્ટ કે…

અંબાણી પરિવાર (Ambani Family) ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. હાલમાં જ મુકેશ અંબાણી (Mukesh Ambani) નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચંટ (Radhika Merchant)ના લગ્નને કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યો છે.

નીતા અંબાણીનું પોતાની વહુઓ સાથે ખાસ કનેક્શન છે અને એનો પુરાવો હાલમાં તો મળ્યો જ છે પણ 2019માં પણ આવું જોવા મળ્યું હતું. એ સમયે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં પણ જોવા મળ્યો હતો. આ લગ્નની ચર્ચા અત્યારે પણ એટલા જ જોરશોરથી થઈ રહી છે.

આ લગ્નમાં નીતા અંબાણીએ મોટી વહુ શ્લોકા મહેતા (Shloka Maheta)ને એવી ભેટ આપી હતી કે જેની વર્ષો બાદ પણ ચર્ચા થઈ રહી છે. અંબાણી પરિવારે પરિવારની ‘મોટી વહુ’ શ્લોકા મહેતાને તેના લગ્નના દિવસે ભેટ આપી હતી, જે જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Nita Ambani, Tina Ambani નહીં પણ આ છે અંબાણી પરિવાર ગૃહલક્ષ્મી, નીતા પણ માને છે…

નીતા અંબાણીએ તેમના લગ્ન પ્રસંગે તેમની વહુ શ્લોકાને વિશ્વની સૌથી મોંઘી જ્વેલરી ભેટમાં આપી હતી. એવું કહેવાય છે કે આ નેકલેસમાં 91 હીરા જડવામાં આવ્યા છે. શ્લોકાને નીતા અંબાણીએ ‘મૌવદ લ’અતુલ્ય’ નામનો હીરાનો હાર ભેટમાં આપ્યો હતો. જેની કિંમત લગભગ 451 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ ડાયમંડ સ્ટડેડ નેકલેસની ખાસિયત એમાં લાગેલું પેન્ડન્ટ છે, જેને 407.48 કેરેટ પીળા હીરાને કાપીને બનાવવામાં આવ્યું છે. આ આખો સેટ 18 કેરેટની ગુલાબી સોનાની સાંકળમાં બંધાયેલો છે. આવી શાહી ભેટ આપીને નીતા અંબાણીએ ફરી એક વખત સાબિત કરી દીધું હતું કે અંબાણી પરિવાર એકબીજાને સ્પેશિયલ ફીલ કરાવવા કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

નીતા અંબાણીની ગણતરી દુનિયાની બેસ્ટ સાસુ તરીકે કરવામાં આવે છે. રાધિકા અને શ્લોકા મહેતા સાથે નીતા અંબાણીના સંબંધો ખૂબ જ સારા છે. સાસુ વહુ પોતાના આઉટફિટસથી લઈને જ્વેલરી પણ શેર કરીને પહેરતા જોવા મળે છે. રાધિકા મર્ચંટને પણ સાસુ નીતા અંબાણીએ દુબઈમાં મોટી વિલા લગ્નમાં ગિફ્ટ તરીકે આપ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker