iphone 17ની કિંમત થઈ ગઈ લીક, ભારતમાં શું ભાવે મળશે? | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

iphone 17ની કિંમત થઈ ગઈ લીક, ભારતમાં શું ભાવે મળશે?

Apple આગામી 9 સપ્ટેમ્બર, 2025ના રોજ પોતાની નવી આઈફોન 17 સીરીઝ લોન્ચ કરવા જઈ રહ્યો છે. આ સીરીઝમાં ચાર નવા મોડલ્સ – iphone 17, iphone 17 એર, iphone 17 pro અને iphone 17 pro maxનો સમાવેશ થશે. આ નવા મોડલ્સમાં અગાઉની સીરીઝની સરખામણીએ મોટા અપગ્રેડ હશે. સૂત્રોની માહિતી પ્રમાણે જે ફોનની કિંમતો લીક થયેલી છે, તે પ્રમાણે કિંમતો પણ વધારો થઈ શકે છે.

ભારતમાં આઈફોનની કિંમત

લીક થયેલી માહિતી મુજબ, iphone 17 સીરીઝની કિંમતોમાં $50 (અંદાજે ₹5,288)નો વધારો થઈ શકે છે. સામાન્ય રીતે એપલનું સ્ટાન્ડર્ડ મોડલ $799 (ભારતમાં ₹79,990)ની કિંમતે આવે છે, પરંતુ આ વખતે iphone 17નું 128GB વેરિઅન્ટ $849 એટલે કે લગભગ ₹84,990ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. આ કિંમત અગાઉના મોડલ્સ કરતા થોડી વધુ છે, જે નવા ફીચર્સ અને અપગ્રેડ્સને કારણે હોઈ શકે છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના આ શહેરમાં ખુલશે ભારતનો ચોથો Apple store ; iPhone 17 લોન્ચિંગ પહેલા મોટી જાહેરાત!

pro અને pro maxની સંભવિત કિંમત

iphone 17 pro અને pro maxની કિંમતોમાં પણ વધારો થવાની શક્યતા છે. iphone 17 proની કિંમત 256GB વેરિઅન્ટ માટે $1,049 એટલે કે ભારતમાં લગભગ ₹1,24,990 હોઈ શકે છે, જે અગાઉના iphone 16 proની $999ની કિંમત કરતા વધુ છે. iphone 17 pro maxની કિંમત $1,249 એટલે કે ભારતમાં આશરે ₹1,64,000 સુધી જઈ શકે છે, જે અગાઉના મોડલની ₹1,44,990ની કિંમતથી નોંધપાત્ર રીતે વધુ છે.

ઉલ્લેખનીય છે iphone 17 સીરીઝની આ કિંમતો સૂત્રોની આપેલી માહિતી પ્રમાણેની છે. જ્યારે સત્તાવાર કિંમતો 9 સપ્ટેમ્બરના લોન્ચ ઈવેન્ટમાં જ જાહેર થશે. આ ઇવેન્ટ ‘Awe Dropping’ નામે રાત્રે 10:30 વાગ્યે (IST) યોજાશે, જે Apple.com, Apple TV અને YouTube પર લાઇવ જોઈ શકાશે. જો તમે પ્રી-ઓર્ડરની યોજના બનાવી રહ્યા છો, તો આધિકારિક જાહેરાતની રાહ જોવી શ્રેષ્ઠ રહેશે, જેથી સચોટ કિંમત અને ફીચર્સની માહિતી મળી શકે.

આ પણ વાંચો: ભારત પર અમેરિકન ટેરિફનો સંકટ, ભારતને iphone હબ બનાવવાનું સપનું અધુરું રહેશે?

નવા ફીચર્સ અને અપગ્રેડ્સ

iphone 17 સીરીઝમાં અનેક નોંધપાત્ર અપગ્રેડ્સની અપેક્ષા છે. નવા મોડલ્સમાં સારુ પ્રોસેસર, અદ્યતન કેમેરા સિસ્ટમ અને નવી ડિઝાઇનનો સમાવેશ થઈ શકે છે. ખાસ કરીને iphone 17 air મોડલ, જે હળવું અને પાતળું હશે, આ નવી સીરીઝને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Pro મોડેલ્સમાં વધુ સ્ટોરેજ અને ઉચ્ચ પરફોર્મન્સની શક્યતા છે, જે કિંમતમાં વધારવાનુ એક કારણ હોઈ શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button