જન્માષ્ટમી પહેલા ઘરે લાવજો આ 9 વસ્તુઓ, ભગવાન શ્રી કૃષ્ણ વરસાવશે કૃપા…

Janmashtami 2025: ભારતમાં અનેક તહેવારોને ધામધુમથી ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો પૈકીનો એક તહેવાર છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઠેરઠેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.
શ્રદ્ધાળુઓ ઘરે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને પારણામાં સ્થાપે છે અને ઝુલાવે છે. ભગવાન શ્રી કૃષ્ણને ઘણી વસ્તુઓ પ્રિય છે. જેને જન્માષ્ટમી પહેલા ઘરે લાવી દેવી જોઈએ.

જેનાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય વસ્તુઓની યાદી આપવામાં આવી છે.
લડ્ડુ ગોપાલની મૂર્તિ: જન્માષ્ટમી પહેલા લડ્ડુ ગોપાલની સુંદર મૂર્તિ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે. લડ્ડુ ગોપાલની મૂર્તિ ઘરના મંદિરમાં સ્થાપિ વિધિવત રીતે પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.

મોરપીંછ: મોરપીંછ ભગવાન શ્રી કૃષ્ણના શણગારનો અભિન્ન ભાગ છે. તેથી જન્માષ્ટમી પહેલા ઘરે મોરપીંછ અવશ્ય લાવવું જોઈએ. તેને ઘરમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. સાથોસાથ ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા પણ દૂર થાય છે. મોરપીંછને તમે મંદિર અથવા ઘરના મુખ્ય દ્વાર પર લગાવી શકો છો.
પિતાંબર: પિતાંબર ભગવાન શ્રી કૃષ્ણને ઘણું પ્રિય છે. જન્માષ્ટમી પહેલા ઘરમાં પિતાંબર જેવા પીળા વસ્ત્રો, પડદાં અથવા ચાદર લાવવા જોઈએ. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. જેથી આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે.

વાંસળી: ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીના સૂર સાંભળીને ગોપીઓ ભાન ભૂલી જતી હતી. આમ, વાંસળી ભગવાન શ્રી કૃષ્ણનું પ્રિય વાદ્ય છે. તેથી વાંસળીને ઘરે લાવવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રસરે છે. તમે ચાંદી અથવા પીત્તળની વાંસળી લાવીને પૂજાના સ્થાન પર રાખવી જોઈએ.
વૈજયંતી માળા: વૈજયંતી માળા પણ ભગવાન શ્રી કૃષ્ણના શણગારનો એક ભાગ છે. જે વૈજયંતી માળા ધારણ કરે છે, તેના પર ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા વરસે છે. વૈજયંતી માળાને ઘરમાં રાખવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે. જેથી જન્માષ્ટમી પહેલા વૈજયંતી માળા ઘરે લાવવી જોઈએ અને જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણને પહેરાવવી જોઈએ.

ગાય અને વાછરડાંની મૂર્તિ: ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળ હતા. તેમને ગાય અને વાછરડાં પ્રત્યે ખૂબ લગાવ હતો. તેથી જન્માષ્ટમી પહેલા ગાય અને વાછરડાંની મૂર્તિ લાવીને મંદિરમાં રાખવી શુભ ગણવામાં આવે છે. આ મૂર્તિને ઘરે રાખવાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.
માખણ મિશ્રી: ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિશ્રી ખૂબ ભાવતા હતા. જેથી જન્માષ્ટમીના થોડા દિવસ પહેલા જ માખણ મિશ્રી ઘરમાં લાવીને પૂજાની તૈયારી કરવામાં આવે છે. તે પ્રેમ અને મિઠાસનું પ્રતિક છે, તેથી તેને પ્રસાદરૂપે પણ વહેંચવામાં આવે છે. સાથોસાથ મટકીફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે.

શંખ: શંખનાદ ધાર્મિક દૃષ્ટિએ અત્યંત પવિત્ર અને ઊર્જાવાન માનવામાં આવે છે. જન્માષ્ટમી પહેલા શંખ ઘરે લાવીને પૂજાસ્થળે રાખવો જોઈએ. નિયમિતપણે ઘરમાં શંખનાદ કરવો જોઈએ. તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને વાતવરણ શુદ્ધ થાય છે.
તુલસીનો છોડ: ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણને તુલસી બહુ પ્રિય છે. જન્માષ્ટમી પહેલા તુલસાનો છોડ લગાવવો જોઈએ અથવા જો ઘરે જૂનો છોડ હોય તો તેની સારી રીતે સંભાળ રાખવી જોઈએ. તુલસીને શ્રી કૃષ્ણની પૂજા અધૂરી માનવામાં આવે છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આ પણ વાંચો…જન્માષ્ટમી 15 કે 16 ઓગસ્ટ? જાણો ક્યારે છે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ