ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

Holi 2024: ભૂલથી પણ હોલિકા દહનમાં ન પ્રગટાવશો આ વસ્તુ, નહીં તો કરવો પડશે મુશ્કેલીનો સામનો

સનાતન હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું ઘણું મહત્વ છે. દેશભરમાં હોળીના તહેવારને વિવિધ રીતે ઉજવવામાં આવે છે (Holi 2024). હોલિકા દહન અને રંગોથી ઉજવાતી હોળી પણ અલગ અલગ માન્યતાઓ અને વિશિષ્ટ રીતે ઉજવાતી હોય છે (Holika dahan). આજે આપણે આ લેખમાં જાણીશું કે કઈ રીતે હોળીની પૂજા કરવી જોઈએ, કઈ રીતે રંગોથી રમવું જોઈએ? હોલિકા દહનમાં શું કરવું શું નહીં અને મનોકામના પૂર્તિ માટે શું ઉપાય કરવા…

હોલિકા દહન ફાગણ માહના શુક્લ પક્ષની પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે, જે 24 માર્ચે ઉજવવામાં આવશે અને બીજા દિવસે, 25 માર્ચે રંગો સાથે ધૂળેટી ઉજવવામાં આવે છે. હોળીની લોકપ્રિયતાને કારણે જ રંગો સાથેની હોળી વિદેશમાં પણ લોકપ્રિય છે. મીડિયા સાથે વાત કરતાં એક વિખ્યાત જ્યોતિષે જણાવ્યુ છે કે હોળીનો તહેવાર વિધિવત કઈ રીતે ઉજવવો જોઈએ…

હોળી પાસે દક્ષિણ દિશામાં કળશ મૂકો અને પંચ દેવતાઓની પૂજા કરો. અંતે, હોળીની પૂજા કરીને હોળી પ્રગટાવો. હોલિકા દહનના બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી હનુમાનજી અને ભૈરવજીની પૂજા કરો. તેમને કંકુ, નાડાછડી, ચોખા, ફૂલ, ગુલાલ, ચંદન અને નારિયેળ વગેરે અર્પણ કરો અને આરતી કરીને તેમની પૂજા કરો અને કોઈપણ પ્રકારની ભૂલ માટે ક્ષમા પણ માગો.

ધૂળેટી એ રંગોથી એક બીજાને પ્રેમ, સંવાદિતા અને આત્મીયતાનું પ્રદર્શન કરવાનું પ્રતીક માનવામાં આવે છે. જેથી દરેક નાના-મોટાઓએ રંગોથી રમવું જોઈએ. અબીલ-ગુલાલથી એકબીજાને રંગવા જોઈએ, પ્રેમથી ભેટવું જોઈએ અને મીઠાઇ ખવડાવીને એક બીજાને હોળીના પવન તહેવારની શુભેચ્છાઓ પાઠવવી જોઈએ.

ઘરની સમસ્યાઓને દૂર કરવા માટે પંડિતજી કહે છે કે ગાયના છાણમાં જવ, અરસી અને કુશને ભેળવીને છાણાં બનાવીને સુકાવો. તે સારી રીતે સુકાઈ જાય પછી તેને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો. આમ કરવાથી ઘરમાં રહેતા તમામ સભ્યોની સમસ્યાઓ દૂર થાય છે.

તમારી મનોકામના પૂર્ણ કરવા માટે આ દિવસે ભગવાન ભોળાનાથની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. અને ભક્તોના જીવન સુખ સમૃદ્ધિનો વધારો થાય છે.

હોલિકા દહનમાં લીલા ઝાડનુ ભૂલથી પણ દહન ના કરો. લીલા ઝાડને કાપવા ધર્મ શસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લીલા ઝાડ પર બુધ ગ્રહનું સ્વામિત્વ હોય છે. જેથી કરીને લીલા ઝાડ સળગાવવાથી લોકોને રોગ અને શોકના કષ્ટથી પીડાવવું પડે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ