બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે?

બોલીવૂડમાં ઘણી ફિલ્મો નવલકથા પર આધારિત વાર્તા પરથી બનાવવામાં આવી છે, જેમાંથી કેટલી સુપરહિટ સાબિત થઈ છે તો કેટલીફ્લોપ

આજે આપણે અહીં વાત કરીશું પુસ્તક પરથી બનાવવામાં આવેલી 9 સુપરહિટ ફિલ્મો વિશે..

આ નવ ફિલ્મોમાંથી તમે કેટલી જોઈ છે? 

પરિણિતાઃ  2005માં સૈફ અલી ખાન, વિદ્યા બાલન અને સંજય દત્ત સ્ટારર આ ફિલ્મ 1914માં આ જ નામે છપાયેલી નોવેલ પર આધારિત છે

હાફ ગર્લફ્રેન્ડઃ 2014માં લેખક ચેતન ભગત દ્વારા લખાયેલી હાફ ગર્લફ્રેન્ડ બુક પરથી અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂરને લઈને આ ફિલ્મ બનાવવામાં આવી હતી

ઉમરાવ જાનઃ 2006માં આવેલી ઐશ્વર્યા રાય-બચ્ચન સ્ટારર આ ફિલ્મ 1899માં મિર્ઝા હાદી રૂસલા લિખિત પુસ્તક ઉમરાવ જાન અદા પર આધારિત છે

થ્રી ઈડિયટ્સઃ 2009માં આવેલી આ ફિલ્મ 2004માં ચેતન ભગત લિખિત પુસ્તક ફાઈવ પોઈન્ટ સમવન પર આધારિત છે

ગાઈડઃ 1958માં આરકે નારાયણ લિખિત નોવેલ ધ ગાઈડ પરથી 1965માં ફિલ્મ ગાઈડ બનાવવામાં આવી હતી

ટુ સ્ટેટ્સઃ 2009માં આવેલી આ જ નામની ચેતન ભગતની નોવેલ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી હતી

રાઝીઃ 2018માં આવેલી આ ફિલ્મ 2008માં આવેલી હરવિંદર સિક્કાની નોવેલ કોલિંગ સહમત પર આધારિત છે

કાઈ પો છેઃ ચેતન ભગતની 2008માં આવેલી થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ પુસ્તક પર આધારિત આ ફિલ્મ 2013માં રિલીઝ કરવામાં આવી હતી

દેવદાસઃ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ 2002ની ફિલ્મ દેવદાસ પણ શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની 1917માં આવેલી આ જ નામની નોવેલ પરથી બનાવવામાં આવી છે