સ્પેશિયલ ફિચર્સ

કિચન અને બાથરૂમના નળ પર જંક લાગે છે, દૂર કરવા અપનાવો આવી ટિપ્સ!

Faucet Cleaning Tips: રસોડા અને બાથરૂમમાં નિયમિત ઉપયોગમાં લેવાતા નળની સફાઈમાં બેદરકારી રાખવાથી તેના પર પાણીના હઠીલા ડાઘ (Water Stains) જામી જાય છે, જે આખરે કાટ તરફ દોરી જાય છે. આ ડાઘ વારંવાર પ્રયાસ કરવા છતાં પણ સરળતાથી દૂર થતા નથી. જો તમારા નળ પણ આ સ્થિતિમાં હોય, તો અહીં કેટલીક અસરકારક અને સરળ પદ્ધતિઓ આપેલી છે જેનાથી તમે તેને ફરીથી ચમકાવી શકો છો.

નળ સાફ કરવાના ઘરેલુ ઉપાય

લીંબુના રસમાં રહેલું કુદરતી એસિડ ચૂનાના સ્કેલ (Limescale)ને તોડવામાં મદદ કરે છે. ડાઘવાળા વિસ્તારોમાં સીધો લીંબુનો રસ લગાવો. તેને 10-15 મિનિટ માટે રહેવા દો, પછી સ્ક્રબ કરો અને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

બેકિંગ સોડા પેસ્ટ (Baking Soda Paste) નળને ચમકાવવા માટે ખૂબ ઉપયોગી છે. આ ઉપાય અજમાવવા માટે બેકિંગ સોડાને થોડા પાણીમાં ભેળવીને જાડી પેસ્ટ બનાવો. પેસ્ટને ડાઘવાળા વિસ્તારો પર લગાવો અને 15-30 મિનિટ સુધી રહેવા દો. નાના ખૂણાઓ અને ડાઘને જૂના ટૂથબ્રશથી હળવા હાથે સ્ક્રબ કરો. નળને ગરમ પાણીથી ધોઈ લો અને નરમ કપડાથી તરત જ સૂકવી લો.

ડીશ શોપ પણ દૂર કરશે કાટ

બેકિંગ સોડા પેસ્ટ બાદ સફેદ સરકો (White Vinegar) પણ નળ પર જામેલો કાટ દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપાય અજમાવવા માટે સફેદ સરકો અને પાણીને સમાન ભાગોમાં મિક્સ કરો. આ દ્રાવણમાં એક કાપડ પલાળીને તેને નળની આસપાસ લપેટો. હઠીલા ડાઘ દૂર કરવા માટે તેને ઓછામાં ઓછા 30 મિનિટથી એક કલાક સુધી રહેવા દો. બાકી રહેલા ડાઘને દૂર કરવા માટે બ્રશનો ઉપયોગ કરો. પાણીના ડાઘ ટાળવા માટે, નળને ગરમ પાણીથી ધોઈને સૂકવી દો.

ડીશ સોપ (Dish Soap) ડીશને જેમ નળને સાફ કરવામાં પણ કામ લાગે છે. ગરમ પાણીમાં ડીશ સોપના થોડા ટીપાં મિક્સ કરો. આ મિશ્રણને નળ પર લગાવો અને 15 મિનિટ પછી બ્રશથી સારી રીતે સ્ક્રબ કરો, જેથી હળવા પાણીના ડાઘ અને કાટ દૂર થઈ જશે. નિયમિતપણે આ પદ્ધતિઓનો ઉપયોગ કરવાથી તમારા નળ લાંબા સમય સુધી ચમકદાર અને કાટમુક્ત રહેશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button