3 દિવસનું ફંક્શન હતું પણ રિહાનાને 1 દિવસમાં કેમ ઘરે રિટર્ન થવું પડ્યું?
બઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગની આખી દુનિયામમાં ચર્ચા થઈ રહી છે. આ પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં દેશ વિદેશની અનેક મોટી હસ્તીઓ અને VVIP ગેસ્ટ આવ્યા હતા. આ હસ્તીઓમાં અમેરિકાન પોપ સિંગર રિહાના પણ સામેલ હતી.
અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં રિહાનાએ પરફોર્મ કરી બૉલીવૂડના સ્ટાર્સ અને અંબાણી પરિવાર સાથે ડાન્સ કર્યો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. જોકે રિહાના આ પ્રિ-વેડિંગ સેલિબ્રેશનના બીજા જ દિવસે અમેરિકા રવાનાં થઈ હતી.
પોપ સ્ટાર રિહાનાના અમેરિકા જવાથી લોકો વચ્ચે તેના કારણને લઈને ચર્ચા શરૂ થઈ છે. રિહાના ત્રણ માર્ચ સુધી ભારતમાં જ રહેશે એવું લોકોને લાગ્યું હતું પણ તે ગઈ કાલે જ અમેરિકા પછી ગઈ હતી, જેનું કારણ હવે સામે આવ્યું છે.
એક અહેવાલ મુજબ રિહાનાની મિત્ર મેલિસા જામનગર એરપોર્ટ પરથી જતી વખતે સોશિયલ મીડિયા પર લાઈવ આવીને આ બાબતનો ખુલાસો કર્યો હતો. આ લાઈવમાં તેણે રિહાનાને ભારત વિશે પૂછ્યું હતું. આ સવાલનો જવાબ આપતા રિહાનાએ કહ્યું હતું કે મેં ભારતમાં ક્વોલિટી ટાઈમ વિતાવ્યો છે. મારા બાળકો માટે મારે ભારત છોડીને પાછું અમેરિકા જવું પડે છે.
રિહાના તેના દીકરાને કારણે અમેરિકા પાછી ફરી હતી, પણ તેના દીકરાને શું થયું એ બાબતે તેણે કોઈ ખુલાસો કર્યો નહોતો. ભારતમાં આવીને રિહાનાએ આખા અંબાણી પરિવારની સાથે પ્રિ-વેડિંગની સેલિબ્રેશનમાં આવેલા દરેક મહેમાનોને પણ પોતાની ધૂન પર નચાવ્યા હતા. આ સાથે અમેરિકા જતી વખતે રિહાનાએ એરપોર્ટ પર આવેલા પાપારાઝી સાથે પણ ફોટો પડાવ્યો હતો.