મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Isha Ambaniએ રૂમમાં લગાવી છે ખાસ પેઈન્ટિંગ, તમે પણ તમારા રૂમમાં લગાવશો તો…

અંબાણી પરિવાર (Ambani Family)નો કળા અને કલ્ચરને લઈને લગાવ અને પ્રેમ તો જગજાહેર છે અને આ જ કારણે તો મુંબઈમાં આવેલા અંબાણીઝના ઘર એન્ટિલિયા ખાતે અમેરિકન કલાકાર રોબર્ટ ઈન્ડિયાનાની ફેમસ લાલ લવ મૂર્તિ મૂકવામાં આવી છે અને ત્યાર બાદ ઘરનું મુખ્ય દ્વાર આવે છે. પણ આપણે અહીં વાત કરવાના છીએ અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani’s Room)ના રૂમ વિશે અને તેમાં લગાવવામાં આવેલી એક ખાસ વસ્તુ વિશે. આ વસ્તુનો સીધો સીધો સંબંધ ભાગ્ય સાથે છે. જો તમે પણ તમારા ઘરમાં આ પેઈન્ટિંગ લગાવશો તો બની શકે કે તમારું ભાગ્ય પણ ખૂલી જાય…

એન્ટિલિયામાં ઈશા અંબાણીના રૂમને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે અને આ રૂમમાં એક ખાસ મૂલ્યવાન પેઈન્ટિંગ મૂકવામાં આવ્યું છે અને આ પેઈન્ટિંગનું નીતા અંબાણી સાથે પણ ખાસ કનેક્શન છે. જો તમે પણ તમારા ઘરમાં પેઈન્ટિંગ લગાવ્યા છે કે લગાવવાનું વિચારી રહ્યા છો તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો. આને કારણે ઘરમાં સકારાત્મક્તાની સાથે સાથે ઈશા અંબાણીની જેમ તમારું ભાગ્ય પણ ચમકી ઉઠે.

ખુદ ઈશાએ એક ઈન્ટરવ્યુમાં ઘરમાં લગાવવામાં આવેલી પેઈન્ટિંગ વિશે વાત કરી છે. તેણે જણાવ્યું હતું કે મારા રૂમમાં એફ એન સૂઝાની એક મોટી પેઈન્ટિંગ લગાવવામાં આવી છે, પણ મને ટ્રેસી એમિનની નિયોન પેઈન્ટિંગ વધુ ગમે છે. આ પેઈન્ટિંગ ખૂબ જ કિંમતી છે. આ મને પેઈન્ટિંગ મને મમ્મી નીતા અંબાણી (Nita Ambani)એ ગિફ્ટ કરી હતી અને આ પેઈન્ટિંગને વધુ ખાસ અને મૂલ્યવાન બનાવે છે તેની સાથે આપવામાં આવેલો મેસેજ. આ મેસેજ છે ‘When I hold you, I hold your heart’. ઈશા આ પેઈન્ટિંગને પોતાનું લકી ચાર્મ માને છે તેને ગૂડ લક સાથે કનેક્ટ કરે છે.

ખેર, જો તમે પણ તમારા ઘરમાં પેઈન્ટિંગ લગાવવાનું વિચારી રહ્યા છો તો કલર અને દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ રીતે લગાવવામાં આવેલી પેઈન્ટિંગ ઘરમાં સકારાત્મકતાની સાથે સાથે ભાગ્ય પણ લાવે છે. એવું કહેવાય છે કે ઘર કે ઓફિસની દક્ષિણ દિશામાં દોડી રહેલાં ઘોડાની પેઈન્ટિંગ લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પેઈન્ટિંગ પ્રગતિ, સિદ્ધિ, વિજય, ઊર્જા, ઈમાનદારી, આઝાદી, ઝડપ અને સફળતાનું પ્રતિક છે. એટલું જ નહીં પણ આ પેઈન્ટિંગને ઘરમાં લગાવવાથી વેપારમાં પ્રગતિ થાય છે, પ્રમોશન પણ મળે છે. આ પ્રકારની પેઈન્ટિંગ લગાવવાને કારણે તમારું ભાગ્ય પલટાઈ શકે છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત