સમુહ લગ્નમાં નીતા અંબાણીની લાલ સાડીની થઇ રહી છે ચર્ચા, જાણો શું હતું ખાસ
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી 12મી જુલાઇના રોજ તેમની મંગેતર રાધિકા મરચંટ સાથે ભવ્ય લગ્ન કરશે. આજથી બરાબર નવ દિવસ બાદ આ ભવ્ય લગ્ન સંપન્ન થશે. અંબાણી પરિવાર આ ભવ્ય લગ્નને લઇને બહુ જ ઉત્સુક છે. આ ભવ્ય લગ્ન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બે મેગા પ્રિ વેડિંગ ફંક્શન બાદ સમાજના વંચિતો માટે સમુહ લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમુહ લગ્નના સમારોહમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, તેમની દીકરી ઇશા પિરામલ અને જમાઇ આનંદ પિરામલ, પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા અંબાણી તેમ જ અનંત અંબાણી તેમ જ રાધિકા મરચન્ટે પણ હાજરી આપી હતી. પ્રસંગને અનુરૂપ અંબાણી પરિવાર સિમ્પલ અને એલિગન્ટ લુકમાં શોભી રહ્યો હતો.
આ ફંક્શનની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં નીતા અંબાણીની સાડીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. લોકો તેમની સાડીની જ ચર્ચા કરી રહ્યા છે. એવું તો શું ખાસ હતું નીતા અંબાણીની સાડીમાં તે આવો આપણે જાણીએ.
સમુહ લગ્ન સમારોહમાં નીતા અંબાણીએ લાલ રંગની સિલ્ક સાડી પહેરી હતી, પરંતુ તેમની સાડી સામાન્ય નહોતી. તેમની સાડી પર સંસ્કૃતના મંત્રો લખેલા હતા. પુત્ર અનંતના લગ્ન પહેલા આયોજિત સમુહ લગ્ન સમારોહમાં નીતા અંબાણી પણ કોઇ દુલ્હન જેવા જ ખુબસુરત દેખાતા હતા. લાલ રંગની સાડીમાં ગોલ્ડન થ્રેડથી વર્ક કરવામાં આવ્યું હતું. તેમની સાડી પર પ્રસંગને અનુરૂપ ગોલ્ડન થ્રેડથી ગાયત્રી મંત્ર લખવામાં આવ્યો હતો. તેમની સાડીની કિનાર પર સોનેરી રંગના પક્ષીઓ પર બનાવવામાં આવ્યા હતા. નીતા અંબાણીની આ સાડી એકદમ અલગ અને અદભૂત લાગતી હતી. જે પણ કોઇએ નીતા અંબાણીને આ સાડીમાં જોયા તેઓ તેમને જોતા જ રહી ગયા હતા.
નીતા અંબાણીએ આ સાડી સાથે જડાઉ જ્વેલરી કેરી કરી હતી. તેમના હાથમાં લાલ રંગની ગોલ્ડન ભરતકામવાળી પોટલી બેગ પણ હતી. પોટલી બેગ પર ભગવાન શ્રી કૃષ્ણ અને કામધેનુ ગાયનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. લાલ સાડી સાથે મેચિંગ લાલ પર્સમાં નીતા અંબાણી વધુ સુંદર અને દૈદિપ્યમાન લાગતા હતા. લોકોના મુખ પર એક જ વાત ચાલતી હતી કે સ્ટાઇલ અને સુંદરતા, એલિગન્સ અને ભવ્યતાના મામલે નીતા અંબાણી તેમની દીકરી, વહુને પણ પાછળ છોડી દે તેમ છે. તેમની ચોઇસ ભવ્ય છે.
મુકેશ અને નીતા અંબાણીએ પુત્ર અનંતના લગ્નની શરૂઆત સમુહ લગ્નથી કરી હતી. પાલઘરના વંચિત સમુદાયના 50 યુગલ માટે રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે સામુહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં યુગલોના પરિવારજનો સહિત 800 જેટલા લોકોએ હાજરી આપી હતી.
Also Read –