ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ ’72 કલાક કામ’નો કર્યો અનુરોધ: શું છે ચીનનું 9-9-6 મોડલ?

ઉદ્યોગજગતમાં પ્રોડક્ટિવિટી અને વિકાસલક્ષી કામગીરી અંગે ચર્ચાનું કારણ બની છે, પરંતુ આ મુદ્દે ફરી જાણીતા ઉદ્યોગપતિ નારાયણમૂર્તિ ચર્ચામાં આવ્યા છે. નારાયણ મૂર્તિ અવારનવાર વર્ક લાઈફ બેલેન્સની ચર્ચાને લઈ કેન્દ્રમાં આવતા હોઈ છે ત્યારે 79 વર્ષીય આ દિગ્ગજ ઉદ્યોગપતિએ તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં ચીનના 9-9-6 વર્ક મૉડલનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ભારતના યુવાનોએ પણ અઠવાડિયામાં 72 કલાક કામ કરવાનો અનુરોધ કર્યો છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને નોકરિયાત વર્ગના કામના કલાકો અંગે ચર્ચા છેડાઈ છે.
ચીનમાં વર્કિંગ પેટર્ન કઈ જાણીતી છે?
ચીનનું 9-9-6 મોડલ એટલે કે સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી ઓફિસમાં કામ કરવાનું અને અઠવાડિયામાં 6 દિવસ કામ કરવાનું એટલે કે કુલ 72 કલાક કામ કરવાનું. આલીબાબા અને હુઆવેઇ જેવી મોટી કંપનીમાં આ મૉડલ ઘણા સમય સુધી ચાલ્યું હતું, ત્યાર બાદ કંપનીની ખૂબ ટીકા કરવામાં આવી અને લાંબા સમય સુધી કામ કરવાના કારણે વધતા તણાવ, થાક અને વ્યક્તિગત જિંદગી પર તેની અસર પડે છે. આ જ કારણસર 2021માં ચીનની 9-9-6 પેટર્નને પણ ગેરકાયદે ગણાવી હતી. જોકે, એને કેટલી લાગુ કરવામાં આવી છે એ મુદ્દે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
નારાયણ મૂર્તિએ શું ભલામણ કરી છે
નારાયણ મૂર્તિએ કહ્યું કે ભારતને આગળ વધારવા માટે યુવાનોએ પહેલા દેશ માટે મહેનત કરવી પડશે, પછી વર્ક-લાઇફ બેલેન્સની વાત કરવી. તેણે ચીનના ઉદાહરણ આપીને કહ્યું કે ચીનમાં લોકો સવારના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી અને અઠવાડિયામાં છ દિવસ કામ કરે છે. ભારતના યુવાનોએ પણ આમ કરવું જોઈએ. જો જિંદગીમાં કઈ કરવું હોય તો વર્ક લાઈફ બેલેન્સની ચિંતા કરવી જોઈએ. આ અગાઉ 2023માં પણ નારાયણ મૂર્તિએ 70 કલાકની સલાહ આપી હતી, ત્યાર બાદ આ મુદ્દો ચર્ચાનું કારણ બન્યો હતો.
સોશિયલ મીડિયા પર છેડાયો હતો વિવાદ
નારાણય મૂર્તિના આ નિવેદનથી લોકોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણાએ કહ્યું કે ભારતમાં ઓવરટાઇમના પૈસા પણ નથી મળતા, કામની સ્થિતિ પણ સારી નથી. તો 72 કલાકની વાત કેવી રીતે કરી શકાય? એક યુઝરે લખ્યું, “પહેલા સારો પગાર, નોકરીની સુરક્ષા અને સન્માન આપો, પછી 72 કલાકની વાત કરો.” ઘણાએ યુરોપનું ઉદાહરણ આપ્યું કે ત્યાં 5 દિવસ અને 35-40 કલાકમાં કામ થાય છે અને લોકો જીવનનો આનંદ પણ લે છે.
આ પણ વાંચો…PM Modi કદાચ સપ્તાહમાં ૧૦૦ કલાક કામ કરનાર એકમાત્ર વ્યક્તિ: મૂર્તિનું નિવેદન…



