11 વર્ષના ઈન્ડોનેશિયાના ટેણિયાએ મુંબઈ પોલીસને પણ બની દિવાની, જુઓ વાયરલ વીડિયો

ભલભલા ગુનેગારોને પોતાના ઈશારે નચાવવાની શાખ ધરાવતી મુંબઈ પોલીસને ઇન્ડોનેશિયાનો પાંચમા ધોરણમાં ભણતો ટેણિયો નચાવે છે, એમ કહીએ તો માન્યામાં આવે ખરું? પણ આ સત્ય છે. વાત એમ છે કે ઇન્ડોનેશિયાના કુઆન્ટાન સિંગિંગી રિજન્સીના પાચમાં ધોરણના વિદ્યાર્થી રેયાન અરકન દિખા, જૂન મહિનાના અંતમાં ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેના મંત્રમુગ્ધ કરનારા ડાન્સ મૂવ્સના વીડિયો શેર થયા પછી તરત જ સોશિયલ મીડિયા પર જાણીતો બની ગયો છે.
પરંપરાગત તેલુક બેલંગા પહેરવેશ અને મલય રિયાઉ હેડક્લોથ પહેરેલા અગિયાર વર્ષના અરકન દિખાને જાલુર નામની લાંબી (નાવડી જેવી) રેસિંગ બોટની ટોચ પર જરાય ડર્યા વિના (નિર્ભયતાથી) સંતુલન સાધતા જોઈ શકાય છે, અને તે હવે પ્રખ્યાત થયેલા નૃત્યનું પ્રદર્શન કરી રહ્યો છે.
આ પણ વાંચો: જાહ્નવી સાથે બહેન ખુશી અને બોયફ્રેન્ડ તો વેકેશનમાં સાથે હોય જ, જુઓ વાયરલ વીડિયો!
‘ઓરા ફાર્મિંગ’ શબ્દ સોશિયલ મીડિયા પર ઝડપથી ચર્ચામાં આવી ગયો છે, જે સરળ સ્વેગ દર્શાવવા અને પોતાના વ્યક્તિગત કરિશ્મા અથવા “ઓરા” બનાવવાની કળાનું વર્ણન કરે છે. લયબદ્ધ હાથના હલનચલન, ભીડ તરફ બિન્દાસ ચુંબન વર્ષા અને સનગ્લાસ પાછળ તેના ટ્રેડમાર્ક ભાવવિહિન ચહેરા સાથે દિખાના અભિનયને આ નવી ફેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે.
તાજેતરમાં દિખાની આ કળા દર્શાવતી એક વાયરલ ક્લિપને 1.1 મિલિયનથી વધુ લાઈક્સ મળી ચૂકી છે, જેમાં ટિપ્પણીઓમાં તેને ‘ધ રિપર’ ઉપનામ આપવામાં આવ્યું છે. “તેને રીપર કહે છે કારણ કે તે ક્યારેય હારતો નથી,” એક યુઝરે લાઈક્સમાં ટોચ પર રહેલી ટિપ્પણીમાં લખ્યું હતું. ઉપરાંત, મીડિયા સાથે વાત કરતા દિખાએ ખુલાસો કર્યો કે એ કંઈ પૂર્વ-આયોજિત નહોતું. મેં જાતે જ આ નૃત્યનો વિચાર કર્યો,” તેણે કહ્યું. “તે ફક્ત સ્વયંભૂ હતું.”
આ પણ વાંચો: દાદાએ દાદીને રંગી આપી નેઈલ પોલીશ, વાયરલ વીડિયોએ લોકોનું દિલ જીત્યું
તેને રાષ્ટ્રીય પાકુ જાલુર બોટ રેસ દરમિયાન તોગક લુઆન તરીકે ઊભો રાખવામાં આવ્યો હતો, જે નૃત્ય કરીને રોવર્સને પ્રોત્સાહિત કરવા માટે બોટની આગળ ઉભો રહે છે. “પાકુ”નો અર્થ “દોડ” થાય છે, જ્યારે “જાલુર” સ્પર્ધામાં વપરાતી લાંબી, સાંકડી બોટને કહેવાય છે, જે રિયાઉ પ્રાંતમાં એક લોકપ્રિય પરંપરા છે.
હવે આ ડાન્સનો ક્રેઝ એવો જામ્યો છે કે માત્ર ઇન્ડોનેશિયામાં નહીં પણ આખી દુનિયામાં ભલભલા સેલિબ્રિટીઝ, સ્પોર્ટ્સ સ્ટાર્સ અને સામાન્ય માણસો પણ ટેણિયા દિખાની નકલ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય રમતવીરો અને ટીમ આ ટ્રેન્ડમાં કૂદી છે, જેમાં અમેરિકન ફૂટબોલ સ્ટાર ટ્રેવિસ કેલ્સ, ફોર્મ્યુલા 1 ડ્રાઈવર એલેક્સ આલ્બોન અને પેરિસ સેન્ટ-જર્મન ફૂટબોલ ક્લબનો પણ સમાવેશ થાય છે, જે બધાએ વીડિયોમાં દિખાના મૂવ્સની નકલ કરી છે.
આ પણ વાંચો: જ્યોતિ જાસૂસનું પાકિસ્તાન સાથેનું નવું કનેક્શન બહાર આવ્યું, જુઓ વાયરલ વીડિયો
એક વીડિયોમાં જે વાયરલ થઈ રહ્યો છે, તેમાં મુંબઈ પોલીસ પણ આ ટ્રેન્ડમાં જોડાઈ ગઈ છે અને દિખાના નૃત્યની કોપી રહી છે. કપરી ફરજ વચ્ચે પણ આ ટ્રેન્ડને વળગી રહેવા અને ફરજ દરમિયાન સમય કાઢીને થોડો આનંદ કરી લેવા બદ્દલ લોકોએ તેની ભરપૂર પ્રશંસા કરી હતી. વિશ્વભરના લોકો હવે #AuraFarmingKidOnBoat અને #BoatRaceKidAura જેવા હેશટેગ્સ હેઠળ તેમના ‘ઓરા ફાર્મિંગ’ નૃત્યની નકલ કરી રહ્યા છે, જેનાથી તેમની ક્લિપ્સ લાખો વ્યૂઝ સુધી પહોંચી ગઈ છે.
ટેણિયાના આ પ્રદર્શને વૈશ્વિકસ્તરે દર્શકોનું મનોરંજન તો કર્યું જ હતું તેની સાથે ઇન્ડોનેશિયાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત પાકુ જાલુર જાતિઓની પણ ઓળખ કરાવી છે. દિખાનો ઉદય દર્શાવે છે કે કેવી રીતે વાસ્તવિક આનંદની એક ક્ષણ વિશ્વભરના લોકોને પ્રેરણા અને એકતા આપી શકે છે.