વેકેશન ટ્રીપ પ્લાન કરો છો? આ દેશ જેવું સસ્તું અને સરળ ઑપ્શન બીજું નહીં મળે

ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને દસેક દિવસ બાદ અલગ અલગ બૉર્ડની પરીક્ષાઓ શરૂ થઈ જશે. દોઢેક મહિના પરીક્ષાની સિઝન ચાલશે અને ત્યારબાદ વેકેશન. વેકેશન ભલે એપ્રિલ-મેમાં આવે, પરંતુ પ્લાનિંગ અને ટિકિટ બુકિંગ અત્યારથી જ થતું હોય છે.
વેકેશનમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટૂરિઝમ ફૂલેફાલે છે અને લોકો પોતાના જ દેશ કે અન્ય દેશમાં છ-સાત દિવસ હરીફરી આખા વર્ષ માટે ફ્રેશ થઈ જાય છે. જોકે આ માટે સૌથી પહેલા જોઈએ છે ખિસ્સામાં પૈસા. લોકો હવે સરહદો પાર તમામ જગ્યાએ ફરવા ઉપડી જતા હોવાથી મોટા ભાગના સ્થળોએ રહેવા ખાવા-પીવાનું મોંઘુ થતું જાય છે.
આ સાથે જો વિદેશ પ્રવાસે જવું હોય તો પાસપોર્ટ વિઝા, મોંઘી ટિકિટો વગેરે વર્ષભરની આવક-જાવકના ચોકઠામાં બેસતા નથી. વિદેશ પ્રવાસ આપણને મોંઘો લાગે છે તેનું બીજું એક કારણ એ છે કે આપણો રૂપિયો તેમના ચલણ સામે નાનો હોય છે, જેથી તેમના ડોલર, પાઉન્ડ કે દીનાર આપણા માટે હજારો રૂપિયા થઈ જાય છે.
આપણ વાંચો: પતિ મુકેશ અંબાણીને મૂકીને આ કોની સાથે ડેઝર્ટમાં વેકેશન માણી રહ્યા છે નીતા અંબાણી? વાઈરલ ફોટો જોઈને…
તો અમે તમને એક એવું ઑપ્શન આપી રહ્યા છે જ્યારે તમારો રૂપિયો તેમના ચલણ કરતા મોટો હશે, તમને વિઝાની જરૂર નહીં પડે અને સુંદર અને શાંત દેશ, તેના મનોહર સ્થળો તમે જોઈ શકશો, મસ્ત ફોટા અને સેલ્ફી લઈ સોશિયલ મીડિયા પર શેર કરી તમે પણ હેશટેગ ફોરેન ટૂર લખી શકશો.
આ દેશ ભારતીયોમાં થઈ રહ્યો છે લોકપ્રિય
લોકો હવે મોરિશિયસ કે મલેશિયા કે દુબઈ, કેનેડા, વગેરે જઈને થાક્યા છે. ફરવાવાળા સતત કંઈક નવું શોધે છે આ સાથે એવી જગ્યાએ જવા માગે છે જ્યાં ઓછી ભીડ હોય, શાંતિ અને સ્વચ્છતા હોય.

આથી ભારતીયો હવે નવી જગ્યાઓ તરફ નજર દોડાવે છે, આ જગ્યાઓમાં કઝાકીસ્તાનનો પણ સમાવેશ થાય છે. અમે વાત કરી રહ્યા છે કઝાકીસ્તાનની. ભારતના નાગરિકો હવે અહીં પ્રવાસે જવાનું પસંદ કરવા લાગ્યા છે ત્યારે સવાલ એ છે કે આ દેશ તેમના પર્યટકોને શું ઑફર કરે છે.
આપણ વાંચો: Christmas વેકેશન ટ્રીપ મોંઘી થઈ, એરલાઇન્સના ભાડા વધતાં બુકિંગ ઘટ્યું…
આ કારણે તમારી ટ્રીપ સરળ અને સસ્તી બનશે
ભારતીયોને વિદેશ પ્રવાસે જવા માટે બે ખાસ વાત મુંઝવે છે. એક તો પૈસા બહુ થાય છે અને બીજું વિઝાની ઝંઝટ. જ્યારે ભારતથી કઝાકિસ્તાન જતી વખતે તમારે વિઝાની જરૂર નથી કારણ કે આ દેશ ભારતીય લોકો માટે વિઝા ફ્રી છે.
વિઝા વિના તમે અહીં 14 દિવસ સુધી મુક્તપણે ફરવા જઈ શકો છો. ભારતથી કઝાકિસ્તાનની સીધી ફ્લાઈટ પણ છે અને લગભગ ત્રણ કલાકમાં તો તમે કઝાકીસ્તાન પહોંચી જશો. જો તમે ઓફ સીઝન ટિકિટ બુક કરો તો તમને 7 થી 8 હજાર રૂપિયામાં જ ટિકિટ મળી જશે.
હવે મૂળ વાત. તમે રોજ વાંચો-સાંભળો છો કે ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે, પરંતુ અહીંનું ચલણ ટેંગે તમારા એક રૂપિયાની કિંમત પાંચગણી કરી નાખશે. આ દેશમાં એક ભારતીય રૂપિયો 5.81 કઝાકિસ્તાની ટેંગે બરાબર છે. એટલે કે ભારતમાં 1 હજાર રૂપિયા ત્યાંના લગભગ 6 હજાર રૂપિયા બરાબર છે.
આપણ વાંચો: ડિવોર્સની વાતો વચ્ચે Aishwarya Rai-Bachchan આ કોની સાથે વેકેશન પર ઉપડી? Viral Video જોઈ લો…
ફરવા લાયક સ્થળો કેટલા ને કેવા
માત્ર સસ્તું ને સહેલું છે એટલે ફરી આવો તેમ અમે નથી કહી રહ્યા. આ દેશમાં ઘણા ખૂબ જ સુંદર સ્થળો છે. મધ્ય એશિયાનો આ દેશ ઘણા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ઑફર કરે છે.
જેમને પ્રકૃતિની સુંદરતા માણવામાં રસ હોય, શાંત ખુલ્લા વાતાવરણમાં ફરવું ગમતું હોય, તેમની માટે અને અમુક એડવેન્ચર્સ કરવાની ઈચ્છા હોય તેમના માટે આ દેશ એકદમ પરફેક્ટ છે. અલ્માટી અને સિમ્બુલક જેવા સુંદર પર્યટન સ્થળો છે. તળાવોથી લઈને રણ સુધી, તમને અહીં ઘણા ઑપ્શન મળશે.

અલ્માટી અને નૂર-સુલતાન કઝાકિસ્તાનના મુખ્ય શહેરો છે જ્યાં તમને આધુનિક અને વૈભવી નાઇટલાઇફ એન્જોય કરવા પણ મળશે. આ સિવાય અહીં ઘણા લાઇવ મ્યુઝિક કોન્સર્ટ થાય છે. રશિયન મોન્યુમેન્ટ્સ પણ છે આ સાથે મ્યુઝિયમ, પાર્ક પર્યટકોને મજા કરાવે તેવા છે.
જો તમારા વેકેશન પ્લાન્સ નક્કી ન હોય અને તમે સારું ઑપ્શન શોધી રહ્યા છો તો એક ચાન્સ કઝાકીસ્તાનને આપી શકાય. તમે અહીં જાઓ તો અમને તમારા અનુભવ અને તસવીરો ચોક્કસ શેર કરજો.