સ્પેશિયલ ફિચર્સ

આ સમાચાર વાંચીને RAC ટિકિટ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓ થઈ જશે ખુશ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

ઈન્ડિયન રેલવેએ દુનિયાનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં લઈને સમયાંતરે નવી નવી સુવિધાઓ અને પોલિસી રજૂ કરવામાં આવતી હોય છે.

જોકે, એમાંથી કેટલીક સુવિધા એવી હોય છે કે જેના વિશે લોકોને જાણ નથી હોતી. આજે અમે અહીં રેલવે દ્વારા આરએસી (RAC) ટિકિટ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને ગુડ ન્યુઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સમાચાર વાંચીને આરએસી ટિકિટ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓ ખુશ થઈ જશે.

ભારતીય રેલવે દ્વારા આરએસી ટિકિટ પર પ્રવાસીઓને રાહત આપતું પગલું ભર્યું છે અને આ વિશે જાણ્યા બાદ આરએસી ટિકિટ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓની ખુશીનો પાર નહીં રહે. પરંતુ એ પહેલાં જાણીએ કે આખરે આ આરએસી ટિકિટ હોય છે શું? આરએસીનું ફૂલફોર્મ થાય છે રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન.

આપણ વાંચો: …તો આ મહિનાના અંતમાં ઈન્ડિયન રેલવે લોન્ચ કરી શકે છે Super App

આ એક પ્રકારની ટિકિટ હોય છે જેના પર પ્રવાસીઓ પ્રવાસ કરી શકે છે. જોકે, ટિકિટ પર પ્રવાસ કરનારા પ્રવાસીને બીજા પ્રવાસી સાથે સીટ શેર કરવી પડે છે.

લાંબા સમયતથી એવા સવાલો ઉપસ્થિત કરવામાં આવી રહ્યો હતો કે જો આરએસી ટિકિટ ખરીદનારા પ્રવાસીઓ પાસેથી પૂરું ભાડું વસુલવામાં આવે છે તો પછી તેમને સાઈડ લોઅક બર્થની અડધી સીટ જ કેમ પ્રવાસ માટે ફાળવવામાં આવે છે. એટલું જ નહીં પણ આ પ્રવાસીને બીજ એક જ બેડરોલ આપવામાં આવે છે.

આપણ વાંચો: ‘ગજરાજ’ને બચાવવા ઈન્ડિયન રેલવે અજમાવશે આ ટેક્નિક

હવે રેલવે દ્વારા આ બાબતે એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે અને આ નવા નિયમ અનુસાર આરએસી ટિકિટ પર પ્રવાસ કરી રહેલાં પ્રવાસીને કન્ફર્મ ટિકિટ ધરાવનારાઓની જેમ જ બેડ રોલની સુવિધા આપવાના છે. કોચ અટેન્ડન્ટ બર્થ પર પહોંચતા જ પ્રવાસીને બેડરોલની સુવિધા ઉપલબ્ધ કરાવશે.

નવી વ્યવસ્થા અનુસાર દરેક આરએસી પ્રવાસીને અલગ અલગ બેડ રોલ આપવામાં આવશે. આ બેડરોલમાં બે બેડશીટ, એક બ્લેન્કેટ, એક તકિયો અને એક ટોવેલનો સમાવેશ થાય છે. આ પગલું લઈને રેલવે આરએસી ટિકિટ પર પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓનો પ્રવાસ વધારે આરામદાયક બનાવશે અને તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે એવી ફરિયાદ પણ દૂર થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button