દિવાળીમાં રેલવેની મુસાફરી કરવી હોય અને ટિકિટ કન્ફર્મ ન હોય તો આ ટ્રીક અજમાવી જૂઓ…

દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બીજા રાજ્ય કે શહેરમાં સ્થાઈ થયેલા લોકો તહેવાર ઉજવવા માટે ઘરે પરત ફરવાની તૈયારીઓ કરી લે છે. મોટી સંખ્યામાં વતન ફરતા લોકોનો સૌથી મોટો પડકાર એજ હોય છે ટ્રેનની કન્ફર્મ ટિકિટ કેવી રીતે મેળવવી. કેમ કે આ તહેવારો મોટા ભાગની ટ્રેનમાં લાંબી વેઇટિંગ હોય છે. આ અમુક ઉપાયો છે જેના કારણે તમે તમારી મુસાફરી સરળ બનાવી શકશો.
ખાસ ટ્રેનો: તમારી સફરનો સાથી
જો નિયમિત ટ્રેનોમાં લાંબી વેઈટિંગ લિસ્ટ હોય, તો ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવતી સ્પેશિયલ ટ્રેનો વિશે તપાસો. દર વર્ષે દિવાળી અને છઠ જેવા તહેવારો દરમિયાન રેલવે ઘણી વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવે છે. આ વર્ષે પણ 12,000થી વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનો નિયમિત ટ્રેનોથી અલગ હોય છે અને તેમાં ટિકિટ મળવાની શક્યતા વધુ હોય છે. આ ટ્રેનોની બુકિંગ મોડેથી શરૂ થતી હોવાથી, IRCTC વેબસાઇટ અથવા એપ પર નિયમિત તપાસ કરતા રહો.

તત્કાલ ટિકિટની સ્માર્ટ રણનીતિ
જો તમારી મુસાફરીનો પ્લાન એન્ડ ટાઈમ બન્યો હોય, તો તત્કાલ ટિકિટ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તત્કાલ બુકિંગ યાત્રાના એક દિવસ પહેલા ખુલે છે. જેમાં એસી ક્લાસ માટે સવારે 10 વાગે અને નોન-એસી માટે સવારે 11 વાગ્યે બુકિંગ વિન્ડો ઓપન થાય છે. ઝડપથી ટિકિટ બુક કરવા માટે, યાત્રીની તમામ વિગતો (નામ, ઉંમર વગેરે) અગાઉથી IRCTC એકાઉન્ટમાં સેવ કરી રાખો. બુકિંગ શરૂ થાય તે પહેલા ઝડપી ઇન્ટરનેટ કનેક્શનવાળી જગ્યાએ તૈયાર રહો, જેથી પેમેન્ટ પ્રક્રિયામાં સમય બગડે નહીં અને તમે ઝડપથી કન્ફર્મ ટિકિટ મેળવી શકો.
બ્રેક જર્નીથી કન્ફર્મ ટિકિટ
લાંબી મુસાફરી પર નીકળી રહ્યા છો, અને જો તમને સીધી ટ્રેનનો ઓપશન મળી રહ્યો નથી. તો બ્રેક જર્નીનો વિકલ્પ અજમાવો જોઈએ. આનો અર્થ એ થાય કે તમે તમારી યાત્રાને બે કે તેથી વધુ ભાગમાં વહેંચો. ઉદાહરણ તરીકે, જો તમારે દિલ્હીથી પટના જવું હોય અને સીધી ટ્રેનમાં ટિકિટ ન મળે, તો દિલ્હીથી લખનઉ અને લખનઉથી પટના માટે અલગ-અલગ ટિકિટ બુક કરો. આ રીતે ઘણી વખત વચ્ચેના સ્ટેશનોના ક્વોટામાં ખાલી સીટો મળી જાય છે, જે તમારી યાત્રાને સરળ બનાવે છે.
વિકલ્પ યોજના અને બસ-ફ્લાઇટનો વિકલ્પ
ભારતીય રેલવેની વૈકલ્પિક ટ્રેન આવાસ યોજના (ATAS) અથવા ‘વિકલ્પ’ યોજના વેઈટિંગ લિસ્ટવાળા મુસાફરો માટે ઉત્તમ વિકલ્પ છે. ટિકિટ બુક કરતી વખતે ‘વિકલ્પ’ ઓપ્શન પસંદ કરો, જેથી જો તમારી ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ ન થાય તો રેલવે તમને સમાન રૂટની અન્ય ટ્રેનમાં વધારાના ચાર્જ વિના કન્ફર્મ સીટ આપી શકે. જો ટ્રેનમાં કોઈ જગ્યા ન હોય, તો રાજ્ય પરિવહનની વધારાની બસો અથવા ખાનગી બસ ઓપરેટરોની સેવાઓ ચેક કરો, જેમાં ટિકિટ સરળતાથી મળી શકે છે. લાંબા અંતરની યાત્રા માટે ફ્લાઇટનો વિકલ્પ પણ ધ્યાનમાં જરૂરી છે, પરંતુ બજેટમાં રહેવા માટે અગાઉથી બુકિંગ કરો.
આ પણ વાંચો…દિવાળીમાં માદરેવતન જવાની પડાપડી: ઉધના રેલવે સ્ટેશન પર હજારો મુસાફરોનું માનવ મહેરામણ ઉમટ્યું!