Indian Railwayની આ ખાસ સુવિધા વિશે જાણો છો? આજે જ જાણી લો, પછી કહેતા નહીં કે…

ભારતીય રેલવે (Indian Railway) દુનિયાનું સૌથી મોટું અને વિશાળ ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે અલગ અલગ પોલિસી અને નિયમ બનાવવામાં આવે છે. રેલવેની મુસાફરી દિવસે દિવસે વધુ આરામદાયક અને યાદગાર બની રહી છે.
રેલવેના વિવિધ કોચ અલગ અલગ ક્લાસમાં ડિવાઈડેડ હોય છે. આ કોચમાં પ્રવાસીઓ પોતાના બજેટ અને સુવિધાઓ અનુસાર ટિકિટ બુક કરાવીને પ્રવાસ કરે છે. વેકેશનમાં કે તહેવારોની સિઝનમાં કન્ફર્મ ટિકિટ મળવું એક ટાસ્ક હોય છે. જો તમને પણ ટિકિટ મળવામાં મુશ્કેલી પડી રહી છે તો આજે અમે અહીં તમારા માટે એક ખાસ સિક્રેટ ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમને કન્ફર્મ ટિકિટ મળશે.
અત્યાર સુધી તમે ટ્રેનમાં સ્લિપર, ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સીસી કેટેગરીના કોચ જોયા હશે. પરંતુ હવે અમુક ટ્રેનોમાં એમ1, એમ2 કોચ જોવા મળે છે. ક્યારેય વિચાર્યું છે ખરું કે આ કોચનો શું અર્થ છે? નહીં ને? આજે અમે અહીં તમને આ કોચ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. 2021માં રેલવે દ્વારા એસી3 એટલે 3એસી કેટેગરી કોચને વધુ સારી સુવિધા સાથે ટ્રેનમાં કેટલાક બીજા કોચ પણ જોડ્યા હતા અને આ કોચને જ એમ કોડના નામથી ઓળખવામાં આવે છે. જોકે, આ સુવિધા હજી સુધી અમુક ટ્રેનોમાં જ ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે.
આ પણ વાંચો: તમે પણ જનરેટ કરવા માંગો છો Ghibli Style Image? આ પાંચ એપ કરશે મદદ…
આ એમ કોચની વિશેષતા વિશે વાત કરીએ તો એસી-3 ઈકોનોમી કોચ જૂના થ્રી ટિયર એસી કોચની સરખામણીએ નવા છે અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ કોચની ડિઝાઈન પણ પહેલાં કરતાં સારી છે. અહીંયા તમારી જાણ માટે એસી-3 ઈકોનોમી કોચમાં દરેક સીટના પ્રવાસી માટે અલગ અલગ એસી ડક લગાવવામાં આવ્યા છે. આ સિવાય દરેક સીટ માટે અલગ બોટલ સ્ટેન્ડ, રીડિંગ લાઈટ અને ચાર્જિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને કારણે પ્રવાસીને ખૂબ જ સુવિધા મળે છે.
આ સિવાય થ્રીટિયર એસીમાં 72 સીટ હોય છે જ્યારે થ્રીટિયર એસી ઈકોનોમી કોચમાં 11 સીટ ઉમેરીને 83 સીટ હોય છે.
એમ કોચ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે જોડવામાં આવેલો વધારાનો કોચ છે અને એને કારણે વધુ પ્રવાસીઓને કન્ફર્મ સીટ મળે છે. એટલે જો તમે પણ વેકેશન કે તહેવારોની સિઝનમાં કન્ફર્મ સીટ મેળવવાની ટ3ાય કરી રહ્યા છો તો તમારા માટે આ ખૂબ જ મહત્ત્વની માહિતી છે.
આ પણ વાંચો: દુનિયાના 80 દેશ ભારત પાસેથી ખરીદે છે આ ખાસ પાન, કારણ જાણીને ચોંકી ઉઠશો…
આ માહિતી તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે શેર કરીને તેમનો પ્રવાસ પણ આરાદાયક બનાવો અને આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.