Indian ઇલેક્ટ્રિશિયને દુબઈમાં લાગ્યો Jackpot

દુબઈ: ભારતના એક ૪૬ વર્ષીય ઇલેક્ટ્રિશિયને વર્ષોની બચત અને સમજદારીપૂર્વક રોકાણ કર્યા પછી દુબઈમાં આશરે રૂ. ૨.૨૫ કરોડનું રોકડ ઇનામ મેળવ્યું છે, એમ એક સ્થાનિક સમાચાર અહેવાલમાં જણાવાયું હતું.
આંધ્ર પ્રદેશના નાગેન્દ્રમ બોરુગડ્ડા, ૨૦૧૯થી ડાયરેક્ટ ડેબિટ દ્વારા નેશનલ બોન્ડ્સ સાથે AED ૧૦૦ બચાવી રહ્યા છે. બોરુગડ્ડા ૨૦૧૭થી યુએઇમાં રહે છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે.
આ પણ વાંચો: શું ભારત કરતાં દુબઈમાં સોનું સસ્તું છે? તમે દુબઈથી કેટલું સોનું લાવી શકો છો?
નાગેન્દ્રમે જણાવ્યું હતું કે “હું મારા પરિવાર માટે સારું જીવન બનાવવા અને મારા બાળકોને સારું શિક્ષણ આપવા માટે યુએઇમાં આવ્યો છું. આ જીત સપના જેવી લાગે છે. નાગેન્દ્રમે જણાવ્યું હતું કે મારે એક અઢાર વર્ષની દીકરી અને 16 વર્ષનો દીકરો છે.
અહીં એ જણાવવાનું કે દુબઈમાં રહેનારા મૂળ ભારતીય ડ્રાઈવરને યુઈએમાં 33 કરોડ રુપિયાનો જેકપોટ લાગ્યો હતો. મૂળ ભારતીય ડ્રાઈવર અજય ઓગુલાએ દુબઈમાં 33 કરોડના પુરસ્કાર જીત્યો હતો. લોટરી જીત્યા પછી ઓગુલાએ પણ કહ્યું હતું કે આટલો મોટો જેકપોટ લાગવાની ક્યારેય કલ્પના કરી નહોતી.