ઇન્ટરનેશનલનેશનલ

શું ભારત કરતાં દુબઈમાં સોનું સસ્તું છે? તમે દુબઈથી કેટલું સોનું લાવી શકો છો?

આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીના કારણે દેશમાં પણ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. સોનાની કિંમતો દિવસેને દિવસે વધી રહી છે, જેના કારણે તે સામાન્ય માણસની પહોંચની બહાર થઈ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવો દેશ છે જ્યાં સોનું ઘણું સસ્તું છે? અમે તમને આ દેશ વિશે જણાવીશું.

આ પણ વાંચો: RBIએ યુકેમાંથી 100 ટન સોનું દેશની તિજોરીઓમાં શિફ્ટ કર્યું, આ જગ્યાએ સ્ટોર કરશે

તમે જાણો છો કે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ) એ એક મુસ્લિમ દેશ છે. યુએઇના દુબઇમાં સોનું ભારત કરતા ઘણું સસ્તું છે. આ આયાત ડ્યુટીને કારણે છે. અહીં સસ્તા ભાવે તો સોનું મળે જ છે. ઉપરાંત ગોલ્ડની ગુણવત્તાની પણ ખાતરી હોય છે. (દુબઇમાં લોકો સાથે બનાવટ કરનારાઓને ભારે સજા કરવામાં આવે છે) ભારતમાં જ્યાં સોનાની આયાત પર ડ્યુટી ભરવી પડે છે. તે જ સમયે, દુબઈમાં સોના પર કોઈ આયાત ડ્યુટી નથી. તેથી જ જ્યારે પણ કોઈ સંબંધી કે મિત્ર દુબઈ જાય છે ત્યારે લોકો તેમની પાસે ત્યાંથી સોનું મંગાવતા હોય છે. જોકે, તમે દુબઈથી મનફાવે તેટલું સોનું ખરીદીને લાવી શકતા નથી. દુબઇથી સોનું લાવવાના કેટલાક નિયમો છે.

આ પણ વાંચો: સોનાની દાણચોરી માટે એર હોસ્ટેસે અજમાવ્યો આ કીમિયો, ખુલાસો કરતા થઈ ગઈ ધમાલ

એ સાચી વાત છે કે દુબઈમાં સોનું સસ્તું છે. ભારત કરતાં દુબઈમાં સોનું સસ્તું છે. દા. ત. આજનો જ ભાવ લઇએ તો દુબઈમાં સોનાની કિંમત પ્રતિ ગ્રામ 263.25 દિરહામ છે, જેની ભારતીય ચલણમાં કિંમત 5,969 રૂપિયા થાય છે. તે જ સમયે, ભારતમાં એક ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 6,670 રૂપિયા છે.

તમે તમારી સાથે કેટલું લાવી શકો?

નિયમો અનુસાર, એક ભારતીય પ્રવાસી કે જે એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહે છે, તેને 20 ગ્રામ સુધીની જ્વેલરી ડ્યૂટી ફ્રી લાવવાની છૂટ છે. મહિલાઓ માટે 40 ગ્રામ સુધીની ગોલ્ડ જ્વેલરી લાવવાની છૂટ છે. જો ભારત આવતા પ્રવાસીઓ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનાના દાગીના લઈ જાય છે, તો તેમણે સોના પર કેટલીક કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડે છે. આ સિવાય જે બાળકો એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહ્યા છે તેઓ દુબઈમાંથી સોનાના દાગીના ટેક્સ ફ્રી લઈ આવી શકે છે. જોકે, તેઓ સોનાના સિક્કા, બાર કે બિસ્કિટ લઈ જઈ શકતા નથી.

તમારે કેટલું ચૂકવવું પડશે?

દુબઈથી ભારતમાં સોનું લાવતા ભારતીય પ્રવાસીઓએ નોંધ લેવી જોઈએ કે ડ્યુટી ફ્રી ભથ્થું માત્ર સોનાના દાગીના પર જ લાગુ પડે છે. સોનાની લગડીઓ, સિક્કાઓ અને અન્ય ઝવેરાત માટે કસ્ટમ ડ્યુટી આયાત કરાયેલા જથ્થાના આધારે નક્કી કરવામાં આવે છે. દુબઈથી ભારતમાં સોનું લાવવા માટે તમારે કિંમત ચૂકવવી પડશે, જે કસ્ટમ ડ્યુટી તરીકે ચૂકવવી પડશે. અહીં તમે જોઈ શકો છો કે કેટલા ગ્રામ સોના માટે તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે.

1 કિલોથી ઓછા વજનના સોનાના બાર પર 10% કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે.
20 ગ્રામથી 100 ગ્રામ વજનની સોનાની લગડીઓ પર 3% કસ્ટમ ડ્યુટી છે.
20 ગ્રામથી ઓછા વજનની સોનાની લગડીઓ પર કોઈ કસ્ટમ ડ્યુટી નથી
20 ગ્રામથી 100 ગ્રામ વજનના સોનાના સિક્કા પર 10% ડ્યૂટી છે.
20 ગ્રામથી ઓછા વજનના સોનાના સિક્કા પર કોઈ કસ્ટમ ડ્યુટી નથી
જો જ્વેલરીનું વજન 20 ગ્રામથી વધુ ન હોય તો તેના પર કોઈ કસ્ટમ ડ્યૂટી લાગતી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…